Abtak Media Google News

રાઈસ સંસ્થાના ફાઉન્ડર આ સેમિનારમાં લાઈફ સ્કીલની ટીપ્સ આપશે: આયોજકો અબતકના આંગણે

રાજકોટના આંગણે રવિવારે રાઈસ સંસ્થા અને કોટક મહિન્દ્રાના સંયુકત ઉપક્રમે રેકી એન્ડ માઈન્ડ પાવર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ખાસ કરીને વિદ્યાર્થીઓએ માઈન્ડ પાવર કેવી રીતે ડેવલપ કરવો અને માઈન્ડ પાવર ખરેખર છે શું તે અંગેની વિસ્તૃત જાણકારી રાઈસ સંસ્થાના ફાઉન્ડર અને રેકી તેમજ માઈન્ડ પાવરના માસ્ટર ટ્રેનર રાજીવ મિશ્રા મોટીવેશનલ ટ્રેનિંગ આપશે. આ તકે રાજીવમિશ્રા, જે.સી.ના રચના ‚પારે, કોટક ગ્રુપના હાર્દિક જેઠાની, હિમાલી પટેલ અને ચાંદની પટેલે અબતકની મુલાકાત લીધી.

માઈન્ડ પાવર અને રેકી અંગે વાત કરતા રાજીવ મિશ્રાએ જણાવ્યું કે આ કાર્યક્રમ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને પેરેન્ટસ માટે યોજાઈ રહ્યો છે. તે તદન નિ:શુલ્ક છે. આ કાર્યક્રમમાં સમાજના મુખ્ય મહેમાનોનું તથા વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામા આવશે. રેકી અને માઈન્ડ પાવર ટેકનીક દ્વારા જીવન જીવવાની ટીપ્સ અપાશે કે કેવી રીતે જીવનમાં પરમ સ્વાસ્થ્ય પરમ આનંદ પરમ સમૃધ્ધિ અને પરમ સફળતાને આકર્ષિત કરી શકીએ આ પ્રોગ્રામ બિઝનેસ પર્સન માટે પણ ખૂબજ ફાયદાકારક છે.

રવિવાર ૨૩ જૂનના રોજ પ્રમુખ સ્વામી ઓડીટોરીયમમાં બપોરે ૩ થી ૬ દરમિયાન આ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો લાભ લેવા અનુરોધ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.