સેનાને મોટી સફળતા: કેરન ક્ષેત્રમાં હથિયારોની તસ્કરી કરતા ૩ આતંકીઓ ઝડપાયા

જમ્મુ પોલીસ અને સેનાનું સંયુકત ઓપરેશન: ૨૪૦ એકે રાઇફલ, ૮ મૈગજીન, ગન સહિતનો મુદ્દામાલ કબ્જે

જમ્મુ-કાશ્મિરના ઉતરી વિસ્તારમાં ભારતીય સેનાને મોટી સફળતા હાથ લાગી છે. સેનાએ જમ્મુ કાશ્મીર પોલીસ સાથે મળી સંયુકત રીતે સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે. જે દરમિયાન સેનાએ પીઓકેથી કેરન ક્ષેત્રમાં હથિયારોની તસ્કરી કરતા આતંકવાદીઓને નાકામયાબ કર્યા છે. પાકિસ્તાનના ત્રણ આતંકવાદીઓને ઝડપી સેનાએ ૨૪૦ એકે રાઇફલ અને ૮ મૈગજીન ગન સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

જમ્મુ કાશ્મીરમાં કિશનગંગા નદીના કિનારેથી તસ્કરીની હલચલની જાણ સેનાને થઇ હતી. આ અંગે જીઓસી ચિનાર કોર્પ્સના લેફટન્ટ જનરલ બીએસ રાજુએ જણાવ્યુ છે કે સર્વેલન્સ ડિવાઇસીઝના આધારે પાકિસ્તાન દ્વારા તસ્કરી કરાઇ રહી હોવાની આ ઘટનાની જાણ થઇ હતી અને સર્ચ ઓપરેશન શરૂ કરાયું હતું. જેને સફળતા મળી છે. તેમણે પાકની આ નાયાક હરકતોની આકરી ટીકા કરતા જણાવ્યું કે આ ઘટનાએ દર્શાવે છે કે પાકિસ્તાન તેની આતંકી પ્રવૃતિઓથી બાજ આવવાનું નથી પરંતુ અમે પાકિસ્તાનના આ પ્રકારના ઇરદાઓને નાકામ કરતા જ રહેશું.

તેમણે વધુમાં જણાવ્યું કે, ખુફિયા એજન્સીઓની જાણકારીઓ મુજબ, પાકિસ્તાન પાસે ૨૫૦થી ૩૦૦ આતંકી લોન્ચ પડે છે આતંકવાદીઓની ધુસપેડની કોશિશ પાકિસ્તાન સતા કરતું રહે છે જેને નાથવા આપણે સક્ષમ છીએ. કાશ્મીરમાં કિશનગંગા નદીના કિનારે આંતકવાદીઓ દોરડાંથી બાંધેલા એક ટયુબમાં ગેરકાયદે સામાન ટ્રાન્સપોર્ટ કરવાની કોશિશ કરી રહ્યા હતા. જે દરમિયાન સેનાના જવાનો ત્યાં પહોંચ્યા અને તપાસ કરતાં રાઇફલ અને ગન નિકળતા તેઓને ઝડપી પડાયા છે.

Loading...