Abtak Media Google News

મોટા લીલીયા (જી.અમરેલી) ના વતની મુકેશભાઇ બાબુભાઇ વિરાણીના પુત્ર ધ્રુવીલ મુકેશભાઇ વિરાણીએ પોતાના નોકરી મળ્યાના પ્રથમ પગારના રૂ રપ હજાર રોડકા નિ:શુલ્ક આરોગ્ય સેવા પ્રદાન સ્વામી  નિદોષાનંદજી માનવસેવા હોસ્પિટલ ટીંબીને તેઓના દાદા અને લીલીયા તાલુકાના સમાજ અગ્રણી એવા બાબુભાઇ વિરાણીની ઉ૫સ્થિતિમાં હોસ્પિટલના મંત્રી બી.એલ. રાજપરાએ અર્પણ કરી એક પ્રસંશનીય દાખલો પુરો પાડયો છે.

બી.એસ.સી. પૂર્ણ કરી ગુજરાત રાજય બીજ પ્રમાણન એજન્સી, રાજકોટ મુકામે અધિકારી તરીકે કાર્યજવાબદારી સ્વીકારી પ્રથમ મહેનતાણાની રકમ દર્દી નારાયણની સેવાર્થે અર્પણ કરી ધ્રુવીલ એ પોતાના માતા-પિતા અને પરિવારનું ગૌરવ વધાર્યુ છે.

આવો સરસ વિચાર એ તેમનામાં સિંચાયેલા સુ-સંસ્કારોનું પરિણામ છે. આજના આધુનિક યુગમાં ઘણા યુવાનો વ્યનોથી ધેરાઇને આર્થિક અને શારીરીક આર્થિક અને શારીરિક રીતે પાયમાલ થતા હોય છે એવા સમયમાં તેમણે બીજાને ઉપયોગી થવાની ઇચ્વા ઇચ્છા વ્યકત કરી એ ધન્યવાદને પાત્ર છે. તેમના આ પ્રેરણાદાયી કાર્ય બદલ હોસ્પિટલ ટ્રસ્ટી મંડળે અભિનંદન પાઠવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.