Abtak Media Google News

રાજધાની વોશિંગ્ટન પોલીસ છાવણીમાં ફેરવાયું: હિંસાની દહેશતથી ૨૫ હજાર સૈનિક તૈનાત

અમેરિકાના ઈતિહાસમાં પ્રથમ વખત ઉપરાષ્ટ્રપતિ પદે મહિલાની વરણી; ભારતીય મૂળના કમલા હેરિસ લેશે શપથ

૧૫૨ વર્ષની પરંપરા તોડી જો બિડેનના શપથગ્રહણ સમારોહમાં સામેલ નહિં થાય ડોનાલ્ડ ટ્રંપ

વિશ્ર્વની મહાસત્તા ગણાતા દેશ અમેરિકાના “મહારથી જો બિડેન બન્યા છે. યુએસએમાં આજથી સત્તાવાર રીતે બિડેન યુગનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. સ્થાનિક સમય અનુસાર બપોરે ૧૨ વાગ્યે જ્યારે ભારતીય સમયાનુસાર રાત્રે ૧૦:૩૦ વાગ્યે ૪૬માં પ્રમુખ તરીકે જો બિડેન અને પ્રથમ મહિલા ઉપપ્રમુખ તરીકે ભારતીય મૂળના કમલા હેરિશ શપથગ્રહણ કરશે. તાજેતરમાં વોશિંગ્ટનમાં ભડકેલી હિંસાનો બનાવ ફરી ન બને તે માટે રાજધાની પોલીસ છાવણીમાં ફેરવાયું છે. તેમજ ૨૫ હજાર જેટલા સૈનિકો તૈનાત કરી દેવાયા છે. અમેરિકામાં બિડેન યુગનો પ્રારંભ થતાં જ ટ્રમ્પ યુગનો અંત આવશે. જો કે, તાજેતરમાં ડોનાલ્ડ ટ્રમ્પે હુંકાર કર્યો હતો કે, બિડેનને તે સત્તા સોંપી રહ્યાં છે પરંતુ આંદોલન ચાલુ જ રહેશે. ચૂંટણી પરિણામોમાં ગેરરીતિ થઈ છે તેને સાબિત કરવા પ્રયાસો ચાલુ રહેશે. જો કે, આ સાથે ડોનાલ્ડ ટ્રમ્પે એવો પણ નિર્ણય કર્યો છે કે તેઓ બિડેનના શપથ સમારોહમાં સામેલ નહીં થાય અને આ અગાઉ જ વ્હાઈટ હાઉસ છોડી દેશે. ડોનાલ્ડ ટ્રમ્પ આમ કરનારા અમેરિકાના ઈતિહાસના પ્રથમ રાષ્ટ્રપતિ બનશે અને ૧૨૫ વર્ષ જુની પરંપરા તોડશે. લગભગ ચાર વર્ષ સુધી પોતાના હોમટાઉન ડેલાવેયરમાં રહ્યાં બાદ હાલ, જો બાઈડન વોશિંગ્ટન ડીસી પહોંચ્યા છે. અહીં આવવા માટે પ્રસ્થાન કરતાં પહેલા તેમણે કહ્યું હતું કે, હું હમેશને માટે ડેલાવેયરનો ગૌરવાન્તિત પુત્ર રહીશ. અમેરિકાના પ્રમુખ અને કમાન્ડ ઈન ચીફ બનવા પર મને ગર્વ છે. ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિશ સાથે મળી અમેરિકાની હાલની પરિસ્થિતિમાં બદલાવ લાવી દેશને નવી ઉંચાઈઓ પર લઈ જઈશું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.