Abtak Media Google News

રાજકોટ સાયકલ કલબ અને રોટરી મીડટાઉન લાયબ્રેરીના સંયુકત ઉપક્રમે રાજકોટથી જામનગર સાયકલીંગ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતુ.

ખોડલધામમાં નરેશ પટેલે લીલીઝંડી ફરકાવીને ઈવેન્ટનો પ્રારંભ કર્યો હતો. સમગ્ર ઈવેન્ટનું આયોજન આઉડેક્ષ ફ્રાન્સનાં નીતિ નિયમો પ્રમાણે કરવામાં આવ્યું હતુ ઈવેન્ટમાં ગુજરાત બહારનાં સ્પર્ધકોએ પણ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો.

ઈવેન્ટ અંગે વિશેષ માહિતી આપતા રાજકોટ સાયકલ કલબના ચેરપર્સન દિવ્યેશ અઘેરા

એ જણાવ્યું હતુ કે આ એક પ્રકારની ઈન્ટરનેશનલ ઈવેન્ટ છે. આ ઈવેન્ટનું આઉડેક્ષ ફ્રાન્સ સાથે કોલોબ્રેશન છે.જેથી તેના નિયમો પ્રમાણે ઈવેન્ટ યોજાઈ છે.આ ઈવેન્ટ રેસ નથી ઈવેન્ટમાં ૧૩.૫ કલાકમાં ૨૦૦ કી.મી.નું સાયકલીંગ કરવાનું હોય છે. દરેક સ્પર્ધકોએ સાયકલીંગ પોતાની મહેનતે જ કરવાનું રહે છે. જો સાયકલમાં પંચર પડે તો પોતાની જાતે જ કરવાનું રહે છે. બહારનાં વ્યકિતની મદદ લઈ શકતા નથી રાજકોટ સાયકલ કલબ ખૂબ ટુંકા સમયમાં લોકોની ચાહના મેળવી શકયું છે. કલબમાં નવા નવા લોકો જોડાતા રહે છે જેથી અમે પણ નવી ઈવેન્ટો કરવા ઉત્સાહીત રહીએ છીએ હાલમાં રાજકોટ સાયકલ કલબમાં ૧૫૦ સભ્યો છે.

રાજકોટ સાયકલ કલબમાં જોડાવવા માટે રોટરી મીડટાઉન લાયબ્રેરી ખાતે ફોર્મ ભરવાનું રહે છે અને વાર્ષિક એક હજાર ફી ભરવાની રહે છે. ત્યારબાદ સાયકલીંગની ટ્રેનિંગ પણ આપવામાં આવે છે.

મિતેશ સોલંકીએ જણાવ્યું હતુ કે આ પ્રકારની ઈવેન્ટ અમે અગાઉ પણ કરી ચૂકયા છીએ સાયકલીંગની સૌથી નાની ઈવેન્ટ ૨૦૦ કી.મી.ની હોય છે. આ ઉપરાંત ૩૦૦,૪૦૦ અને ૬૦૦ કી.મી.ની ઈવેન્ટપણ આઉડેક્ષ ફ્રાન્સ દ્વારા આયોજીત થાય છે. આ ઈવેન્ટમાં બીજા રાજયનાં સ્પર્ધકોએ પણ ભાગ લીધો છે. રાજકોટ સાયકલ કલબનો મુખ્ય હેતુ લોકો પબ્લીક ટ્રાન્સપોર્ટેશન અને સાયકલનો વધુમાં વધુ ઉપયાગે કરે જેથી પ્રદુષણ ઘટે.નરેશ પટેલે જણાવ્યું હતુ કે શહેરીજનો સાયકલીંગમાં રસ લઈ રહ્યા છે. જે આનંદની વાત છે. લોકોએ રોજીંદા જીવનમાં સાયકલીંગનો ઉપયોગ કરવો જ જોઈએ જેથી ફીટનેસ સાથે પર્યાવરણને પણ ફાયદો થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.