બિચારી કોંગ્રેસ… પોલીંગ સ્ટેશન વિસ્તાર માટે કોંગ્રેસને એજન્ટોની અછત: હાઈકોર્ટે આપી છૂટ

high court
high court

જે એજન્ટ વિસ્તારનો મતદાર હોય તેને જ પોલીંગ સ્ટેશન પર રાખવાના નિયમમાં રાહત આપતી હાઈકોર્ટ

સ્થાનિક પોલીંગ એજન્ટ મામલે કોંગ્રેસની હાલત ખરાબ થઈ ગઈ છે. એક તરફ ચૂંટણી માટે સમય બચ્યો નથી. બીજી તરફ પોલીંગ એજન્ટો મળતા નથી. અત્યારે તો હાઈકોર્ટે અન્ય વિસ્તારના પોલીંગ એજન્ટોને પોલીંગ સ્ટેશને રાખવાની પરવાનગી આપી છે. પરંતુ કોંગ્રેસનું સ્થાનિક ક્ષેત્રમાં પાસુ કેટલુ નબળુ છે તે બહાર આવી ગયું છે.

તાજેતરમાં કોંગ્રેસે હાઈકોર્ટમાં અરજી કરી હતી અને પોલીંગ સ્ટેશન વિસ્તારના જ એજન્ટને મુકવાના નિયમમાં છૂટછાટ માંગી હતી. સ્થાનિક લેવલના એજન્ટો ન મળતા હોવાથી બહારના એજન્ટ લાવવાની દરખાસ્ત કોંગ્રેસની હતી. કોંગ્રેસની સ્થાનિક લેવલની પકડ આ બાબત પરથી કેટલી નબળી હશે તે જણાય આવ્યું છે.

હાઈકોર્ટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમીટીને પોલીંગ એજન્ટ મામલે રાહત આપી છે. વ્યક્તિ જે વિસ્તારની મતદાર હોય તે વિસ્તારમાં જ તેને પોલીંગ એજન્ટ તરીકે મુકી શકાય તેવા નિયમ મામલે હાઈકોર્ટે કોંગ્રેસને રાહત આપી છે. કોંગ્રેસને ડર હતો કે, અન્ય પક્ષો પોલીંગ એજન્ટ મામલે અડચણો ઉભી કરશે. જો કે, કોંગ્રેસને સ્થાનિક લેવલે અગાઉથી જ માણસો મળતા ન હોવાનું જણાય આવે છે.

કોંગ્રેસમાં બુથ લેવલના કાર્યકરોની સંખ્યા ત્રણ લાખ છે. જયારે ભાજપ પાસે ૫ લાખ બુથ લેવલના કાર્યકરો છે. કોંગ્રેસે ત્રણ લાખ બુથ લેવલના કાર્યકરોને વિવિધ સ્થળે કામમાં લગાવવાનો નિર્ણય લીધો છે. જો કે, જયાં જીતી શકાય તેવું નથી ત્યાં આવા કાર્યકરોને મુકવાનો વિચાર માંડી વાળ્યો છે. પરિણામે અનેક એવી બેઠકો ઉપર કોંગ્રેસને જીત મળવાની નથી તેવો વિશ્ર્વાસ છે ! આ કોંગ્રેસ માટે ખૂબ જ નકારાત્મક બાબત છે.

Loading...