Abtak Media Google News

ધ્રોલ ખાતે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘનું આયોજન: મેરામણજી હાલાની પ્રતિમાનું અનાવરણ તેમજ એવોર્ડ વિતરણ સહિતના કાર્યક્રમો યોજાશે

ધ્રોલ ખાતે આવેલા ભૂચરમોરી શહીદ સ્મારકે આગામી રવિવારે સવારે ૯.૩૦ કલાકે અખીલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા ભુચરમોરી શહીદ શ્રધ્ધાંજલી સમારોહ તથા પ્રથમ ક્ષત્રીય મહાપંચાયતનું આયોજન કરવામા આવ્યું છે. જે અંગેની વિસ્તૃત વિગત આપવા રાજપૂત યુવા સંઘના અધ્યક્ષ પી.ટી. જાડેજા, પ્રવિણસિંહ જાડેજા, કિરીટસિંહ જાડેજા, કિશોરસિંહ જેઠવા, બળદેવસિંહ ગોહિલ, પથુભા જાડેજા, અજીતસિંહ જાડેજા, કનકસિંહ ઝાલા, બળુભા જાડેજા સહિતના અગ્રણીઓએ અબતકની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને ભગવાનસિંહજી, સુરેન્દ્રસિંઘજી, ધર્મેન્દ્રસિંહજી જાડેજા, ૨૦ રાજયોમાંથી ક્ષત્રીય ધર્મસંસદના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે.

ભારતભરમાં ૨૦ કરોડ ક્ષત્રીયોને સંગઠીત કરીને તથા ભારતની ક્ષત્રીય સમાજને હિતકારી તથા તેને સ્તર્શતા એવા મહત્વના નિર્ણયો લેવાશે. આ નિર્ણયો ઉપસ્થિત તમામ ક્ષત્રીયોમાં પારદર્શક મતદાન દ્વારા લેવાશે તથા તમામ નિર્ણયો બહુમતીથી લેવાશે. બહુમતીથી થયેલા નિર્ણયો ૧૦૦ ટકા ક્ષત્રીયને બંધનકર્તા રહેશે. તેથી વિશાળ સંખ્યામાં બહેનો સહિત કુટુંબના તમામ સદસ્યોની સાથે પધારીને આપનો કિંમતી અભિપ્રાય તથા પંચાયતના મત આપવાનો છે.

ઉપરાંત કાર્યક્રમમાં શહીદવીર મેરામણજી હાલા (જાડેજા)ની પ્રતિમાનું અનાવરણ, રાજપૂત શૌર્ય ગગુભા જાડેજા, રાજપૂતાણી રત્ન એવોર્ડ; દશરથબા મહેન્દ્રસિંહ પરમાર, શારદાબા ભરતસિંહ જાડેજા, ધો.૧૦માં સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વોતમ ગુણ પ્રાપ્ત કરનાર રાજપુત વિદ્યાર્થીઓને ભુચરમોરી સિલ્વર મેડલ, સુ‚ભા જાડેજા, ધો.૧૨માં સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વોતમ ગુણ પ્રાપ્ત કરનાર રાજપૂત વિદ્યાર્થીઓને ભુચરમોરી સિલ્વર મેડળ, કનકસિંહ ડી. જાડેજા, ચુર તરફથી તેમના પિતા સ્વ. દિલુભા અખુભા જાડેજાની સ્મૃતી આપવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.