Abtak Media Google News

૩૪મી પૂણ્યતિથિ નિમિતે વિવિધ સેવા કાર્યો કરવામાં આવ્યા

જિલ્લા પંચાયતના પ્રથમ પ્રમુખ સ્વ કાંતિ પ્રસાદ ભાઈ અંતાણીની ૩૪મી પુણ્યતિથિ આજે ભુજ ખાતે જિલ્લા પંચાયત ભવનના પ્રાંગણમાં આવેલી પ્રતિમા પાસે જિલ્લા પંચાયત પરિવાર સત્યમ અને તાનારીરી મહિલા મંડળના ઉપક્રમે વંદના કરાઇ હતી આ તકે કાંતિ પ્રસાદ ભાઈ અંતાણીનો ઇતિહાસ જિલ્લા પંચાયતની લાયબ્રેરીમાં રહે તે માટે જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશીએ ખાસ ભાર મૂક્યો હતો.

આ તકે દોહિત્ર ડો.મિહિર વોરાએ  ટૂંક સમયમાં જ સ્વ કાંતિપ્રસાદભાઈ અંતાણીની ડોક્યુમેન્ટ્રીનું કામ પૂર્ણ થયેથી જિલ્લા પંચાયત જિલ્લા પંચાયત ને અર્પણ કરવાની અંતાણી પરિવારે ખાતરી આપી હતી.

Img 20200808 Wa0109

જિલ્લા પંચાયત ભવન ખાતે આવેલા પ્રાંગણમાં  તેઓની  પ્રતિમા પાસે સામાજિક અંતર જાળવીને સૌ પ્રથમ જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશી તેમજ અન્ય અધિકારીઓ કાર્યપાલક ઇજનેર જે.એમ.સોલંકી,હિસાબી અધિકારી કલ્પેશ પટેલ,મદદનીશ ખેતી નિયામક ઉપેન્દ્ર જોશી,કર્મચારી અગ્રણીઓ વિજય ગોર, જયવિરસિંહ જાડેજા,બિપીન ગોર,જયેશ સોલંકી,સુભાષ ધોળકિયા તેમજ જયાં જિલ્લા પ્રા.શિક્ષણાધિકારી નિલેશ ગોર,નાગર જ્ઞાતિનાં પ્રમુખ શ્રી અતુલભાઈ મહેતા તેમજ સત્યમના અધ્યક્ષદર્શક અંતાણી,વિભાકર અંતાણી તેમજ મધુભાઈ ત્રિપાઠી તેમજ ભારત સેવક સમાજ ના અબ્દુલ ગફૂર શેખ તેમજ કાંતિ પ્રસાદ ભાઈ અંતાણી પરિવારના  ડો.મિહિરભાઈ વોરા ઉપસ્થિત રહ્યા હતા દરમિયાન ભુજ નગરપાલિકાના કારોબારી ચેરમેન ભરતભાઈ રાણા તેમજ પૂર્વ નગરપતિ શંકરભાઈ સચદે,જિલ્લા પંચાયતના અધ્યક્ષ લક્ષ્મણસિંહ સોઢા એ આ તકે શાબ્દિક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

દરમિયાન સત્યમ તાનારીરી મહિલા મંડળના ઉપક્રમે કાંતિ પ્રસાદ ભાઈની પુણ્યતિથિ પ્રસંગે વિવિધ સેવા કાર્યો કરવામાં આવ્યા હતા આ પ્રસંગે ગરીબ બાળકોને અલ્પાહાર કરાવ્યો હતો ઉપરાંત માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું સાથે સાથે અલગ અલગ વિસ્તારોમાં કપડાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું અને જીવદયા પ્રવૃત્તિ પણ કરવામાં આવી હતી બાળકોને અલ્પાહાર જાગૃતીબેન વોરા તરફથી કરાવામાં આવ્યો હતો સામાજિક અંતર જાળવી ને આ સમારોહ યોજવામાં આવ્યો હતો વિતરણ વ્યવસ્થા સત્યમના અધ્યક્ષ દર્શક અંતાણી તેમજ નર્મદાબેન ગામોટ મધુભાઈ ત્રિપાઠી જયશ્રીબેન ત્રિપાઠી વગેરે જોડાયા હતા  વિવિધ વિસ્તારોમાં સેવા કાર્યો કરવા માટે વાહનની વ્યવસ્થા ભુજ નગર સેવા સદનના પૂર્વ નગરસેવક અને ભુજ કો.ઓ.બેંકના એમડી ધીરેનભાઈ ઠક્કર અને વિનય ભાઈ રેલોન દ્વારા કરવામાં આવી હતી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.