ભુજ: પેટા ચૂંટણી અંગે મીડિયા મોનીટરીંગ સમિતિની બેઠક

ઉમેદવારોના ચૂંટણી ખર્ચ સહિત બાબતોની ચર્ચા

કચેરી ખાતે જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટર પ્રવિણા ડી.કે. ના અધ્યક્ષસ્થાને અબડાસા વિધાનસભા મતવિસ્તારની પેટા ચુંટણી-૨૦૨૦ અંગેની બેઠક યોજાઇ હતી.

મીડીયા સર્ટીફિકેશન એન્ડ મોનીટરીંગ કમિટીની આ બેઠકમાં જિલ્લામાં સમાવિષ્ટ ૧ અબડાસા વિધાનસભા મત વિસ્તાર ક્ષેત્રમાં સમિતિ દ્વારા પ્રચાર પ્રસારણ માધ્યમોનું નિરીક્ષણ કરાશે. પેઇડ ન્યુઝના શંકાસ્પદ કેસો, સમિતિ ખર્ચ નિરીક્ષકોએ મોકલેલા પેઇડ ન્યુઝના કેસો ધ્યાને લેશે. ઉમેદવારે ચેનલ, સમાચારપત્રને રકમ ચુકવી હોય કે ના ચુકવી હોય ઉમેદવારના ચુંટણી ખર્ચ હિસાબમાં ડી.આઇ.પી.આર. ના દરોના ના હોય તો ડીએવીપીના દરો ઉપયોગ કરી શકાશે. આ તમામ બાબતોની ચર્ચા કરવામાં આવી હતી.

પેઇડ ન્યુઝ બાબતમાં સોશિયલ મીડિયામાં, ઈલેકટ્રોનિકસ અને વેબસાઇટ પર રાજકીય જાહેરખબરો અને ન્યુઝના પરિપેક્ષમાં સમિતિએ કરવાની થતી કામગીરી બાબતે ચર્ચા કરવામાં આવી હતી.

નાયબ જિલ્લા ચુંટણી અધિકારી અને ખઈખઈ કમિટીના સભ્ય એમ.બી.પ્રજાપતિએ આ અંગે વિગતે રજુઆત કરી હતી. આ બેઠકમાં સભ્ય સચિવ નાયબ માહિતી નિયામક મિતેશ મોડાસીયા, આકાશવાણીના કાર્યક્રમ અધ્યક્ષ જયેશ રાવલ, સભ્ય નિષ્પક્ષ નાગરિક ચંદ્રવદન પટ્ટણી અને સબંધિત સભ્યો ઉપસ્થિત રહયા હતા.

Loading...