Abtak Media Google News

પુલવાનાં આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોના માનમાં ભુજ શહેર સજ્જડ બંધ રહ્યું છે.શહેરના તમામ નાનામોટા વેપારીઓ,રીક્ષા ચાલકો,થિયેટર,પેટ્રોલપંપ સહિત આજે શહેર સજ્જડ બંધ રહ્યું છે.નગરજનોએ શહીદ જવાનો માટે શોક વ્યક્ત કર્યો હતો.

પુલવાનાં આતંકી હુમલામાં ૪૦ ભારતીય જવાનો શહીદ થયા બાદ દેશભરમાં આતંકીઓ સામે વિરોધ ઉઠી રહ્યો છે.ત્યારે શહીદોની શહાદત ને નમન કરવા ભુજ સજ્જડ બંધ રહ્યું છે.ભુજના તમામ નાના મોટા વેપારીઓએ આજે સ્વંયભુ બંધ પાળ્યો છે.સોસાયટી,શેરી માં આવેલી દુકાનો પણ બંધ રહી છે.

દવાની દુકાનો આજે બપોર સુધી બંધ રહી છે જ્યારે પેટ્રોલપંપ બપોરે ૨ થી ૪ બંધ રહેશે.તો શહેરના તમામ મોલ્સ પણ બંધ રહ્યા છે.રીક્ષા ચાલકોએ પણ બંધને ટેકો આપ્યો છે.ભુજની શરાફ બજાર,ડાંડા બજાર,જથ્થાબંધ બજારના વેપારીઓએ શહીદોના પરિવરજનો માટે ફંડ ફાળો પણ ઉઘરાવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.