Abtak Media Google News

કલેકટરના અધ્યક્ષસ્થાને યોજવામાં આવેલી મિટીંગમાં નખત્રાણા, લખતર શહેરમાં આચાર સંહિતાના અમલ સહિતની રજૂઆતો કરાઇ

કોવીડ-૧૯ના સમયગાળા દરમ્યાન કચ્છ જિલ્લાના અબડાસા મતવિસ્તાર માટે યોજાનારી વિધાનસભા પેટાચુંટણી ૨૦૨૦ સંદર્ભે કલેકટર પ્રવિણા ડી.કે. ના અધ્યક્ષસ્થાને  મીટીંગ યોજાઇ હતી. વિવિધ રાજકીયપક્ષોને પ્રચાર પ્રસાર માટે નોવેલ વાયરસ કોરોના કોવીડ-૧૯ની માર્ગદર્શિકા મુજબ કરવાની થતી અમલવારી તેમજ આખરી ભાવપત્રક અંગેની આ મીટીંગ કલેકટર કચેરી ખાતે યોજવામાં આવી હતી. મીટીંગ સબંધિત અધિકારીઓ સાથે ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ના પ્રવિણસિંહ વાઢેર, સાત્વિકદાન ગઢવી તેમજ કોંગ્રેસના કાર્યાલય મંત્રી ધીરજભાઇ ગરવા, બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ લક્ષ્મણજી વાઘેલા સાથે કલેકટર અને નાયબ જિલ્લા ચુંટણી અધિકારી એમ.બી.પ્રજાપતિ અને આચારસંહિતા અમલીકરણ અધિકારી મેહુલ જોશીએ ચર્ચા કરી હતી.

આ બેઠકમાં રાજકીયપક્ષોના પ્રતિનિધિઓને ઉદભવતા પ્રશ્નો અને રજુ કરવાના વાંધા બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી. તેમના પ્રશ્નો અને સમસ્યાઓ બાબતે કલેકટર પ્રવિણા ડી.કે. સાથે ચર્ચા અને રજુઆતો થઇ હતી.

આચારસંહિતા અમલીકરણ અધિકારી મેહુલ જોશીએ અબડાસા મત વિસ્તારમાં અબડાસા, નખત્રાણા અને લખપત તાલુકામાં સંપૂર્ણ આચારસંહિતાનો અમલ તેમજ જિલ્લામાં અન્યત્ર આંશિક અમલ બાબતે વિગતે રજુઆત કરી હતી. પ્રચાર પ્રસાર માટે બેનર, હોર્ડિંગ, સોશિયલ મીડીયા તેમજ પ્રિન્ટ અને ઈલેકટ્રોનિકસ મીડીયાના દર અને નિમાયેલા અધિકારી તેમજ કમિટીની દેખરેખ બાબતે નાયબ જિલ્લા ચુંટણી અધિકારી એમ.બી.પ્રજાપતિએ સબંધિતોને માહિતગાર કર્યા હતા.

કોરોના વાયરસ કોવીડ-૧૯ હેઠળ સાવચેતી અને સલામતીપૂર્વક પ્રચાર પ્રસારની કામગીરી બાબતે પણ સૌને સુચિત કરવામાં આવ્યા હતા.

આ બેઠકમાં સબંધિત અધિકારી સર્વ યોગેશગીરી ગોસ્વામી બી.એસ.એન.એલ., પી.જી.વી.સી.એલ.ના અધિક્ષક એ.એસ.ગુરવા, નાકાઇ વિધુત જયકરણ ગઢવી, આર  બી માંથી સી.બી.દહિયા, રામજીયાણી, આર.ટી.ઓ.માંથી નીરવ બક્ષી, માહિતી ખાતામાંથી કચેરીના અધિકારી તેમજ સબંધિત અધિકારી, કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.