આજી કાંઠે આવેલા રામનાથ મહાદેવ મંદિરે ભૂદેવો બાવન ગજની ધજા ચડાવશે

પંચનાથ મહાદેવ મંદિરથી પાંચ ભૂદેવ યુવાનો ધજા લઇ રામનાથ મહાદેવ મંદિર સુધી પદ યાત્રા કરશે

હાલના સમયમાં વૈશ્વિક મહામારી કોરોનાના પ્રકોપ સામે રક્ષણ અને વિશ્ર્વ કલ્યાણ માટે ભૂદેવ સેવા સમિતિ અને બ્રહ્મસમાજના વિવિધ તડગોળના પ્રમુખો અને અગ્રણીઓના હસ્તે શ્રાવણ મહિનાના બીજા સોમવારે સાંજે ૬.૩૦ કલાકે રામનાથ મહાદેવના મંદિરે ઘ્વજા રોહણ કરવામાં આવશે.

આ વર્ષે દેશ-દુનિયા ઉપર આવી પડેલ વિશ્ર્વ મહામારી આફત કોરોના માંથી ઉગારવા અને ઝડપથી ભારત દેશને કોરોનાની વેકસીન બનાવવા સફળતા મળી જાય માટે રાજકોટ જ નહીં પણ સમગ્ર સૌરાષ્ટ્રના લોકોનું આસ્થાનું કેન્દ્ર એવા સ્વયભૂ દેવાધિદેવ રાજકોટના નાથ શ્રી રામનાથ મહાદેવ જે આજી નદીના કિનારે બીરાજમાન છે અને ભૂતકાળમાં પણ રાજકોટ પર આવી પડેલ કુદરતી આફતમાંથી રાજકોટની જનતાને હરહંમેશ નિર્વિઘ્ને બહાર કાઢેલ એવા સ્વંયભૂ રામનાથ મહાદેવને પર (બાવન) ગજની ઘ્વજા ભૂદેવ સેવા સમિતિ તથા બ્રહ્મસમાજના અલગ અલગ ૧૧ તડગોળના પ્રમુખોની વિશેષ ઉ૫સ્થિતિમાં તા. ૩-૮-૨૦ સોમવારે પુનમને રક્ષાબંધનના શુભ દિવસે સાંજે ૬.૩૦ વાગ્યે ઘ્વજા ચડાવવામાં આવશે.

પંચનાથ મહાદેવના મંદિર સાંજે ૫.૩૦ કલાકે ધર્મઘ્વજાનું વિઘ્વાન શાસ્ત્રીજી જયભાઇ ત્રિવેદી અને શાસ્ત્રીજી ગોપાલભાઇ જાની દ્વારા વૈદિક શાસ્ત્રોકત પુજન કરવામાં આવશે. ત્યારબાદ રામનાથ મહાદેવ જશે અને પંચનાથ મહાદેવના મંદિરેથી પ (પાંચ) યુવાનો પદયાત્રા કરી ધર્મઘ્વજા લઇ ૬.૩૦ કલાકે રામનાથ મહાદેવ પહોચશે. બધા બ્રહ્મઅગ્રણીઓના હસ્તે રામનાથ મહાદેવને ઘ્વજારોહણ કરવામાં આવશે. શાસ્ત્રીજી દ્વારા લધુરૂદ્રના પાઠનું પઠન કરવામાં આવશે. તેમ ભૂદેવ સેવા સમિતિના તેજસ ત્રિવેદીની યાદીમાં જણાવાયું છે.

Loading...