એરપોર્ટ રોડ પર ‘વસુંધરા કા રાજા’નાં દર્શનાર્થે રાજકોટ જિલ્લા કલેકટર અને જેસીપી

રાજકોટના એરપોર્ટ રોડ પર વસુંધરા રેસીડેન્સીમાં વસુંધરા કા રાજા આકર્ષણ બન્યું છે. ગણપતિના દર્શન કરવા માટે આજુબાજુની સોસાયટીઓ તેમજ સોસાયટીના દરેક સભ્યો સાંજે મહાઆરતીમાં ઉમટી પડે છે. આ પ્રસંગે રાજકોટ જિલ્લા કલેકટર ડો. રાહુલ ગુપ્તા અને તેમના ધર્મપત્ની વસુંધરા કા રાજાના દર્શન કરવા આવ્યા હતા ગણેશ ભગવાનની વિશાળ મૂર્તિ જોઈને તેઓ ભાવવિભોર બની ગયા હતા આ તબકકે તેમણે મહાઆરતી અને પુષ્પાંજલીનો લાભ લીધો હતો. દરમ્યાન વસુંધરા કા રાજાનું જે રીતે સોસાયટીનાં સભ્યોએ આયોજન કર્યું હતુ તેની કલેકટરે પ્રશંસા કરી હતી. સુંદર આયોજન બદલ તેમના ધર્મપત્ની પણ ગદગદીત થઈ ગયા હતા. સાથોસાથ વસુંધરા કા રાજાના દર્શન માટે શહેરના જોઈન્ટ પોલીસ કમિશ્નર ખત્રીએ પણ મહાઆરતી તથા પુષ્પાંજલીનો લાભ લીધો હતો. અને સુંદર આયોજન બદલ ગણેશ ઉત્સવ કમીટીનો આભાર માન્યો હતો. આ પ્રસંગે રાજકોટ જિલ્લાના નિવાસી અધિક કલેકટર પરિમલ પંડયાએ પરિવારજનો સાથે વસુંધરા કા રાજાની મહાઆરતી તથા પુષ્પાંજલીનો લ્હાવો લીધો હતો. આ પ્રસંગે ગણેશ ઉત્સવ કમિટીએ મહાનુભાવોનો આભાર વ્યકત કર્યો હતો.

Loading...