ડો.બાબા સાહેબના પરિનિર્વાણદિન નિમિતે શુક્રવારે ભીમભજન અને સંતવાણી

54

આયોજકો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે

વિશ્ર્વરત્ન ડો. બાબા સાહેબ આંબેડકરજીના ૬૩માં મહા પરિનિર્વાણ દિન નિમિતે આગામી શુક્રવારે ગોંડલ ખાતે ભવ્ય ભીમ ભજન અને સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે. આંબેડકરનગર પંચ ભાઈઓ વોરા કોટડા રોડ, ગોંડલ આયોજીત આ કાર્યક્રમમાં કલાકારો ભરતબાપુ, ધીરૂભગત ગૂરૂ જયદેવબાપા તથા માણંદભાઈ જાદવ ભીમભજનથી સો કોઈને રસતરબોળ કરશે. ભીમભજન -સંતવાણી શુક્રવારે રાત્રે ૯ કલાકે આંબેડકરનગર, સબજેલ પાસે, વોરા કોટડા મેઈનરોડ, ગોંડલ ખાતે યોજાશે. કાર્યક્રમનો મોટી સંખ્યામાં નાગરિકો લાભ લ્યે તે માટે પ્રેમજીભાઈ જાદવ, સવજીભાઈ સાગઠીયા, માવજીભાઈ ચાવડા, ધીરૂભાઈ મકવાણા, કાળુભાઈ ચાવડા, નાથાભાઈ મકવાણા સહિતના આયોજકોએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

Loading...