Abtak Media Google News

વડાપ્રધાન મોદીએ ભિલાઈના સ્ટીલ પ્લાન્ટની મુલાકાત લીધી. તેઓ મોડર્નાઇઝ્ડ અને એક્સપાન્ડેડ ભિલાઇ સ્ટીલ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. આ પહેલા તેમણે ભિલાઇમાં રોડ શૉ કર્યો. તેમણે નયા રાયપુરમાં ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરનું પણ ઉદ્ઘાટન કર્યું.

વડાપ્રધાનનું સંબોધન:-

* આદિવાસીઓના હિતોને જોતાં વન અધિકાર કાયદાને સખ્તાઈથી લાગુ કરવામાં આવે છે. છેલ્લાં ચાર વર્ષમાં છત્તીસગઢમાં લગભગ એક લાખ આદિવાસીઓને 20 લાખ એકરથી વધુ જમીનનું ટાઈટલ આપવામાં આવ્યું છે.

છત્તીસગઢમાં જનધન યોજના અંતર્ગત 1 કરોડ 30 લાખથી વધુ ગરીબોના બેંક એકાઉન્ટ ખોલવામાં આવ્યાં છે. 37 લાખથી વધુ શૌચાલયનું નિર્માણ થયું છે અને 22 લાખ ગરીબ પરિવારોને ઉજ્જવલા યોજનાની મદદથી મફક ગેસ કનેકશન અપાયાં છે.

કોઈપણ પ્રકારની હિંસા, દરેક પ્રકારના ષડયંત્રનો એક જ જવાબ છે વિકાસ.

પહેલાંની સરકાર કેટલાંક વિસ્તારોમાં ડરના કારણે રસ્તાઓ પણ બનાવી શકતા ન હતા. પરંતુ આ સરકારે રસ્તાઓની સાથે સાથે એરપોર્ટ પણ બનાવ્યાં છે. મારૂ સપનું છે કે હવાઈ ચંપલવાળો પણ એરોપ્લેનમાં બેસે. આજે તે સપનું પૂરું થઈ રહ્યું છે. ટ્રેનમાં એસીથી વધુ મુસાફરી કરનારાઓની સંખ્યા ફ્લાઈટમાં જોવા મળે છે.

* કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની જેટલી યોજનાઓ છે તે લોકોના વિકાસ માટે છે.

* ભિલાઈના જ્યંતિ સ્ટેડિયમમાં વડાપ્રધાન મોદીએ સભા સંબોધી હતી. મોદીએ કહ્યું કે, “જ્યારે વિકાસની વાત કરીએ છીએ, મેક ઇન ઈન્ડિયાની વાત કરીએ છીએ તો તેના માટે કૌશલ વિકાસ પણ આવશ્યક છે. ભિલાઈની ઓળખ દેશના મોટા એજ્યુકેશન હબના રૂપે રહી છે.”

* છત્તીસગઢને પ્રગતિ દેવામાં અહીંના આર્યન ઉદ્યોગે મહત્વની ભૂમિકા ભજવી છે. અમે એવી વ્યવસ્થા કરી જ્યાંથી પણ ખનિજ નીકળશે, તેનો એક ભાગ ત્યાંના સ્થાનિક લોકોના વિકાસ માટે ઉપયોગમાં લેવાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.