બહુમાળી ભવનના જનસુવિધા કેન્દ્રમાં નોન ક્રિમીલેયરનાં દાખલા કઢાવવા વિઘાર્થીઓની ભારે ભીડ જામી

72

કેન્દ્ર સરકારની આર.ટી.ઇ. યોજનાના ફોર્મ ભરવાની છેલ્લા તારીખ હોય

‘અબતક’ ને વિગતો આપતા વિકસતી જાતિનાં નિયામક મુકેશભાઇ અધારા

કેન્દ્ર સરકારની આર.ટી.ઇ. યોજના હેઠળ ગરીબ પરિવારના બાળકોને ધો. ૧ થી ૮ સુધી નિ:શુલ્ક શિક્ષણ આપવામાં આવે છે. ત્યારે આર.ટી.આઇના ફોર્મ ભરવાની આજ છેલ્લી તારીખ હોવાથી રાજકોટમાં બહુમાળી ભવન ખાતેના જન સુવિધા કેન્દ્રમાં એસઇબીસીના નોન ક્રિમીલેય દાખલા માટે લોકોની  ભારે ભીડ જોવા મળી હતી. જયારે મામલતદાર કચેરી ખાતે આવકના દાખલા માટે લોકોનો ધસારો મળ્યો હતો. લોકોને અગવડતા ન પડે તે માટે બન્ને તંત્રોએ વધારાના કોમ્પ્યુર મુકીને કામગીરી હાથ ધરવામાં આવી હતી.

અબતક સાથેની વાતચીતમાં વિકસતી જાતિના નાયબ નિયામક મુકેશભાઇ અધારાએ જણાવ્યું હતું કે અહિંયા જનસેવા કેન્દ્ર ખાતે રેગ્યુલર દાખલા માટે અરજી લઇએ છીએ. દાખલા કાઢી આપીએ છીએ પરંતુ અત્યારે આર.ટી.ઇ.ના પ્રવેશ પ્રક્રિયાની કામગીરી શિક્ષણ ખાતામાં ચાલુ હોવાની થોડી વધુ ભીડ રહે છે. છતાંપણ અમો રોજે રોજ દાખલા આપી દઇએ છીએ. આજે છેલ્લી તારીખ હોવાથી લોકોની ભીડ વધુ જોવા મળી હતી  અત્રે દરરોજ ૧પ૦ થી ૧૬૦ દાખલા કાઢી અપાય છે. લોકોને અગવડતા  પડે તેવી અત્રે કામગીરી થતી નથી.

આજે આવેલ અરજીનો દાખલો બીજા દિવસે આપી દેવાય છે. અત્યારે આર.ટી.ઇ. પ્રવેશને કારણે રોજે રોજના દાખલા કાઢી અપાય છે. જ્ઞાતિના દાખલાની જરુરીયાત જે તે વિઘાર્થી વિઘાર્થીની ધો. ૧૦,૧ર પાસ થાય પોલીટેકનીક, મેડીકલમાં એડમીશન લેવું હોય તો તેમને એસસી બી.સી. નો દાખલો આપવો પડે તેની અનામત સીટ પર તથા નોકરી માટે અરજી કરવો હોય તો તેમને નોનક્રીમીલેયર એસ.સી.બી.સી. ના દાખલાની જરુરત રહે છે. આર. ટી.ઇ. ના પ્રવેશમાં તેમના બાળકને સારી સ્કુલમાં પ્રવેશ મળે તે માટે દાખલાની જરુર  પડે છે.

Loading...