Abtak Media Google News

રાજકોટ સહિત ગામે-ગામ ઉત્સાહભેર શણગારાયેલા ફલોટસ સાથેની શોભાયાત્રામાં જય ભીમના નારાઓ ગુંજી ઉઠયાં: પ્રતિમાને ફુલહાર-ભાવવંદન: ધંધા-રોજગાર બંધ રાખી વિવિધ સમાજના લોકો ઉજવણીમાં સામેલ

રાજકોટ

ભારતીય બંધારણના ઘડવૈયા ડો. આંબેડકરજીની ૧ર૮મી જન્મજયંતિ નીમીતે સૌરાષ્ટ્રમાં રાજકોટ સહીત ગામે-ગામ ભારે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. વિવિધ શણગારાયેલા ફલોટસ સાથેની વિશાળ શોભાયાત્રા મુખ્ય માર્ગો ઉપર ફરી હતી અને જયભીમના ગગનભેદી નારાઓ સાથે વિવિધ સંસ્થાઓના આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. આંબેડકરજીની પ્રતિયાને ફુલહાર કરીને ભાવવંદના કરી હતીે.

ધોરાજીDhoraji

ધોરાજીમાં ડો. આંબેડકરની જન્મ જયંતિ નિમીતે મેધવાર સમાજ દ્વારા વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ભારતીય બંધારણના ઘડવૈયા સ્ત્રીઓના મુકતી, દાતા અને મહાન રાષ્ટ્રભકત એવા ડો. બાબા સાહેબ આંબેકડરની ૧૨૮મી જન્મ જયંતિ નીમીતે ધોરાજી દલીત સમાજ દ્વારા એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ શોભાયાત્રા બપોરના પ વાગ્યાથી નસીબ ચોકથી પ્રસ્થાન થઇને મેઇન બજાર, ચકલા ચોક થઇને ત્રણ દરવાજાથી પસાર થઇને આંબેડકર ચોક પહોંચી હતી. જયાં વિવિધ સમાજના આગેવાનો દ્વારા ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને હારતોરા કર્યા હતા. અને ત્યાંથી શોભાયાત્રા જેતપુર રોડ, લિબર્ટી સિનેમા રોડ થઇને શાક માર્કેટ થઇને નલીબ ચોકે પહોંચી ત્યાં રેલીની પુર્ણાહુતિ થઇ હતી. આ શોભાયાત્રામાં દલીત સમાજના આગેવાનો એવા નગરપતિ ડી.એલ.ભાષા માજી કોર્પોરેટર કાન્તીલાલ સોંદરવા, જયંતિભાઇ ભાસ્કર, કૌશલ સોલંકી, મગનલાલ વાઢેર, વી.પી. સોલંકી, દેવશીભાઇ રાઠોડ, અ.ના. સોંદરવા, પ્રકાશભાઇ ભાભી, વગેરે અગ્રણીઓ જોડાયા હતા. અને રાત્રે ૧૦ કલાકે બહારપુરા વણકર વાસ ખાતે ભવ્ય ભીમ ભજન, લોકડાયરો, અને સાંસ્કૃતિ કાર્યક્રમની રમઝટ બોલાવવામાં આવી હતી. આ કાર્યક્રમને જનતાએ મનભરીને માણ્યો હતો.

જામજોધપુરJamjodhpur

જામજોધપુર ડો. બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતિએ માનવતા મિશન એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ સમગ્ર અનુજાતિ દ્વારા મીની બસ સ્ટેન્ડ ચોકમાં તમામ આવતા જતા રાહદારીઓ માટે ઠંડા શરબતનું વિતરણ કર્યુ હતું.

સૂત્રાપાડાSutrapada

સુત્રાપાડા શહેર ખાતે ભારતના બંધારણના ઘડવૈયા ડો. ભીમરાવ આંબેડકરની ૧૨૮મી જન્ય જયઁતિ રંગે ચંગે ઉજવવામાં આવી હતી તેમાં બહોળી સંખ્યામાં સર્વે સમાજના લોકો જોડાયા હતા. તેમાં જેસીંગભાઇ પટેલ, રામા સોમાભાઇ વાણવી, માનસિંગભાઇ ચાવડા, હરણસાથી રામભાઇ, દેવસીભાઇ કમાલીયા, રામભાઇ કમાલીયા તેમજ રામાભાઇ ચૌહાણ,  દિલીપભાઇ ચાવડા, રામભાઇ કામળીયા તેમજ રામાભાઇ ચૌહાણ, દિલીપભાઇ બારડ, કાળાભાઇ બારડ, પંકજભાઇ યાદવ, હમીરભાઇ વાઢીયા, વાણવસ સાહેબ, દેવસીભાઇ સોલંકી, નથુભાઇ કમાલીયા, સામતભાઇ, નાનુભાઇ તેમજ સર્વે સમાજના બહોળી સંખ્યામાં વડીલો, માતાઓ, બહેનો, બાળકો, જોડાયા હતા. ડો. બાબા સાહેબની જન્મજયંતિ  ભારે હર્ષોલ્લાસથી ઉજવવામાં આવી હતી તેમજ સુત્રાપાડા શહેરના સર્વે સમાજના લોકો ડો. બાબા સાહેબ આંબેડકરની ૧૨૮મી જન્મજયંતિ ઉજવી ગૌરવની લાગણી અનુભવી હતી.

કેશોદKk

કેશોદમાં ડો. બાબા સાહેબ આંબેડકરની ૧ર૮મી જન્મ જયંતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. બાબસાહેબ આંબેડકરની પ્રતિમાને હારતોરા ભવ્ય શોભાયાત્રા સાથે ઉજવણી કરવામાં આવી હતી. કેશોદમાં ડો. ભીમરાવ આંબેડકર સાહેબની ૧ર૮મી જન્મ જયંતિ ની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી હતી. ગતરાત્રીએ જુના વાસ મહોલ્લા સહીતના વિસ્તારોમાં મકાનો લાઇટીંગથી સુશોભિત કરી ફટાકડા  ફોડી આશતાબાજી સાથે હર્ષાુલ્લાસથી ઉજવણી કરવામાં આવી હતી.

આજે સવારે ચાર ચોકમાં ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે કેક કાપી ડો. બાબાસાહેબ આંબેડકરની ૧ર૮મી જન્મજયંતિ ની ઉજવણી કરવામાં આવી હતી. સાંજના પાંચ કલાકે ભવ્ય શોભયાત્રા નીકળી હતી જે શહેરના જુદા જુદા વિસ્તારોમાં પરિભ્રમણ કરી હતી તેમાં કેશોદ શહેર તાલુકાના તમામ સમાજ જોડાયા હતા.

ગોંડલKhirasra

ગોંંડલ વિશ્ર્વરત્ન બોટિસત્વ દેશની નારી જાતીના જીવન ઉદધારક દેશના પ્રથમ કાયદા પ્રધાન મહામાનવ એવા ડો. બાબાસાહેબ આંબેડકરની ૧ર૮મી જન્મજયંતિ નિમીતે સમસ્ત દલીત સમાજ દ્વારા ભગવતપરા આંબેડકર નગર ખાતેથી ભવ્ય શોભાયાત્રા શહેરના રાજમાર્ગો ઉપર ફરી બાબા સાહેબની પ્રતિમાને ધોધાવદર દાશીજીવન જગ્યના મહંત  શામળદાસબાપુ સહીત ભાજપ કોંગ્રેસના અગ્રણીઓએ ફુલહાર જન્મ જયંતિ ની ઉજવણી કરેલ હતી આ તકે મોટી સંખ્યામાં દલીત સમાજ શોભાયાત્રામાં જોડાયો હતો.

જસદણJsdan

જસદણના આટકોટ ગામે ડો. બાબાસાહેબ આંબેડકરની ઉજવણી રવિવારે ભાવભેર કરવામાં આવી હતી. આ અવસરે આટકોટ દલીત સમાજના યુવાન આગેવાન વિજયભાઇ ધમલ અને સમાજના અન્ય આગેવાનોએ ભેગા મળી આ જન્મજયંતિએ અનેક વિધ કાર્યક્રમો યોજી ડો. બાબાસાહેબને ગર્વભેર યાદ કર્યા હતા.

આટકોટ

આટકોટ કૈલાસનગર ડો. બાબા સાહેબ આંબેડકરની ૧ર૮મી જન્મય જયંતિ મહોત્સવ દરમ્યાન દલીત સમાજ આગેવાન જીતુભાઇ દાફડાની આગેવાની હેઠળ કૈલાસનગર બાબાસાહેબ ને ફુલહાર કરી રેલી કાઢી પોલીસ સ્ટેશનમાં ફુલહાર બાદ પંચાયતમાં નવો ફોટો મુકી ફુલહાર કરી કૈલાસનગર પ્રાથમીક શાળા ડો. બાબા સાહેબ ફોટો ને ફુલહાર કરાયા હતા.

ખીરસરાGondal

ખીરસરા  ગામે ભારતરત્ન ડો.બાબાસાહેબ આંબેડકર ની ૧૨૮ મી જન્મ જયંતી ના પાવન પવઁમા રાજકોટ વિધાનસભા ૭૧ના ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા દ્વારા બાબાસાહેબ આંબેડકર ની પ્રતિમાને હારતોરા કરેલ તેમજ માવજીભાઇ સાગઠિયા ભીખાભાઈ સાગઠિયા મનજીભાઈ સાગઠિયા સોમાભાઈ   સાગઠિયા ભરતભાઈ સાગઠિયા ખીમજીભાઈ સાગઠિયા દેવશીભાઇ સાગઠિયા ધીરજ સાગઠિયા લખમણભાઇ સાગઠિયા તેમજ સમસ્ત સાગઠિયા પરિવાર ના બહેનો વડિલો અને યુવા નો બાળકો ઉપસ્થિત રહેલ તેમજ ગામની અંદર રેલી સ્વરૂપે બેડ વાઝા અને ડિઝેનાતાલે ડો.બાબાસાહેબ આંબેડકર ની ૧૨૮મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવેલ હતી.

સાવરકુંડલાSavarkundla

સાવરકુંડલા ખાતે ડો.બાબાસાહેબ આંબેડકર ની ૧૨૮ ની જન્મ જયંતિ ની ઉજવણી ના ભાગ રૂપે નાવલી પોલીસ ચોકી એ આવેલ ડો.બાબાસાહેબ ની પ્રતિમાને  સવારે ૮ કલાકે પુષ્પાંજલિ-ફુલહાર સહિત ના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા તેમ એડવોકેટ હિમતભાઈ બગડાની યાદી માં જણાવ્યું હતું તેમજ અરવિંદ મેવાડા, હિમતભાઈ બગડા, કેશુભાઈ વાઘેલા, સહિત ના આગેવાનો કાર્યકરો એ બાબાસાહેબ ની પ્રતિમા ને વંદન કરી પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

ધ્રાગધ્રાDhangdhra

ધ્રાગધ્રા શહેરમા શોભાયાત્રા નિકળી હતી સવારના સમયે બાબાસાહેબ આંમ્બેડકર યુવા સમિતી દ્વારા બાબા સાહેબની શોભાયાત્રા નિકળી હતી ધ્રાગધ્રા પંથકમાથી મોટી સંખ્યામા લોકો બાબાસાહેબની શોભાયાત્રામા જોડાયા હતા. બાબા સાહેબની શોભાયાત્રા શહેરના મુખ્ય માગોઁ પર નિકળી બાબા સાહેબની પ્રતિમા પાસે શોભાયાત્રાનુ શાંતિપુણઁ રીતે સમાપન થયુ હતુ.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.