Abtak Media Google News

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ‘શૌર્યભૂમિ’ ધંધુકા સ્થિત ઐતિહાસિક રેસ્ટ-હાઉસ ખાતે જમ્મુ-કાશ્મીરનાં પુલવામામાં થયેલ હુમલામાં માતૃભૂમિની રક્ષા કાજે પ્રાણની આહૂતિ આપનાર સીઆરપીએફના વીર શહીદ જવાનોને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા ભાવાંજલિ અર્પણ થઈ.  ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણી, ધંધુકા એપીએમસીના ચેરમેન સહદેવસિંહ ગોહિલ, રાણપુર એપીએમસીના ચેરમેન નરેન્દ્રભાઈ દવે, આરએસએસના કિર્તીભાઈ ભટ્ટ, ભાલ નલકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળ (રાણપુર)ના ચેરમેન ગોવિંદસંગભાઈ ડાભી અને સેક્રેટરી હરદેવસિંહ રાણા, રાણપુર સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ મુકુન્દભાઈ વઢવાણા, સહકારી ક્ષેત્રના આગેવાન મનુભાઈ ચાવડા (સુંદરીયાણા), ભારતીય કિસાન સંઘના હસમુખભાઈ દલવાડી, જૈન અગ્રણી જતીનભાઈ ઘીયા (અમદાવાદ)ની વિશેષ ઉપસ્થિતિ રહ્યાં.

01 4

સહુએ શોક, આઘાત અને આક્રોશની લાગણી વ્યક્ત કરીને, ૨-મિનીટ મૌન પાળીને, વીર શહીદ જવાનોને મૌનાંજલિ અર્પણ કરી હતી. ઝવેરચંદ મેઘાણી રચિત શૌર્ય અને દેશપ્રેમના ગીતો ‘કસુંબીનો રંગ’, ‘કોઈનો લાડકવાયો’, છેલ્લી પ્રાર્થનાની પંક્તિઓનું સમૂહ-ગાન કરીને ‘સ્વરાંજલિ’ અર્પણ કરી હતી. ‘ભારત માતાની જય’, ‘વંદે માતરમ’, ‘વીર શહીદ જવાનો અમર રહો’નો જયઘોષ પણ કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.