Abtak Media Google News

ભુપેન્દ્રસિંહ ચુડાસમા, વિભાવરીબેન દવે, મનહરભાઇ મોરી, મુકુંદભાઇ ગાંધી, જીતુભાઇ વાધાણી, ડો. મહિપતસિંહ ચાવડા અને યુવરાજસિંહ ગોહિલ સહિતના અગ્રણીઓની ઉ૫સ્થિતિ

ભાવનગર અને ગુજરાતના સાહિત્યજગતમાં જેમનું  આદરભર ગૌરવપૂર્વક નામ લેવાય છે તેવા સૌરાષ્ટ્રના મોટા ગજાના સારસ્વત પાંચ પાંચ પેઢીના વિદ્યાર્થીઓ અને સાહિત્યકારોને પ્રેરણા અને પ્રોત્સાહન પુરૂ પાડનાર ભાવનગર શામળદાસ કોલેજના નિવૃત પ્રિન્સીપાલ અને શિશુ વિહાર ભાવનગરની બુધસભાના સ્થાપકો પૈકીના એક સાહિત્યને આજીવન સમર્પિત મુઠી ઉંચેરા માનવી સાહિત્ય રત્ન એવા પૂજ્ય  તખ્તસિંહજી પરમાર (ગુરૂજી) ના નામથી ભાવી પેઢીને પ્રેરણા પ્રોત્સાહન મળી રહે તેવા શુભ આશયથી ભાવનગર મહાનગર પાલિકા દ્વારા શહેરના ચિતરંજન ચોકથી વળીયા કોલેજ માર્ગને તખ્તસિંહજી પરમાર માર્ગનું નામકરણ   તેઓના ૧૦૧ માં જન્મદિવસની પૂર્વ સંધ્યાએ  એટલે કે ગઇકાલે કરવામાં આવ્યું હતું.

ભાવનગર મહાનગરપાલિકાએ સમગ્ર ગુજરાતના શિક્ષણ, સાહિત્ય અને સંસ્કાર જગતને એક સદી સુધી પોતાની સક્રિય કર્મણાવિધિથી આલોકિત કરનાર વિઘા પુરુષ તખ્તસિંહજી પરમારનાં પ્રદાનને ચિરંજીવ બનાવવા તાજેતરમાં વિઘાનગરના ચિતરંજન ચોકથી શ્ર્વેતકમલ સોસાયટીના તેઓના નિવાસ સ્થાન અને કાર્યક્ષેત્ર વળીયા કોલેજ સુધીના માર્ગને સારસ્વત આચાર્ય તખ્તસિંહજી પરમાર (ગુરુજી) માર્ગ તરીકે ઓળખવા નિર્ણય કર્યો છે. તેઓના એકસો એકમા જન્મદિનની પૂર્વ સંઘ્યાઅ, આ નામાભિધાન પ્રસંગમાં ભુપેન્દ્રસિંહજી ચુડાસમા ગુજરાત રાજય શિક્ષણ કાયદોને ન્યાય મંત્રી, વિભાવરી દવે રાજય શિક્ષણ મંત્રી, મનહર મોરી ભાવનગરના મેયર, મુકુંદભાઇ ગાંધી ભાવનગર મહાનગર પાનલિકા કમિશ્નર, જીતુભાઇ વાધાણી ભાવનગર પશ્ર્ચિમના ધારાસભ્ય, ડો. મહિપતસિંહ ચાવડા ભાવનગર યુનિવર્સિટીના કુલપતિ, યુવરાજસિંહજી ગોહિલ ભાવનગર ના સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન, જયદીપસિંહ ગોહિલ ભાવનગર વિરોધપક્ષના નેતા વગેરે અગ્રણીઓ ઉ૫સ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.