મહિલા બાળ વિકાસના ચેરપર્સન ભાવનાબેન ભુત અને ઉત્પાદન-સિંચાઈના ચેરમેન નાનજીભાઈ ડોડીયા

જિલ્લા પંચાયતની બે સમિતિના ચેરમેનની નિમણૂંક

જિલ્લા પંચાયતના મહિલા બાળ વિકાસ અને યુવા પ્રવૃતિ સમીતી તેમજ ઉત્પાદન સહકાર અને સિંચાઈ સમીતીના ચેરમેનોની આજે વરણી કરવામાં આવી હતી. આ વરણી માટે જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન ખાટરીયાના અધ્યક્ષ સ્થાને આજે ખાસ બેઠક મળી હતી. જેમાં મહિલા બાળ વિકાસ અને યુવા પ્રવૃતિ સમીતીના ચેરપર્સન પદે ભાવનાબેન સેજુલભાઈ ભુતની તેમજ ઉત્પાદન સહકાર અને સિંચાઈ સમીતીના ચેરમેન પદે નાનજીભાઈ માધાભાઈ ડોડીયાની નિમણૂંક કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ગત સામાન્ય સભામાં મહિલા બાળ વિકાસ અને યુવા પ્રવૃતિ સમીતીના સભ્યોની વરણી કરવામાં આવી હતી. જેમાં ભાવનાબેન સેજુલભાઈ ભુત, કુસુમબેન પ્રવિણભાઈ ચૌહાણ, મધુબેન પંકજભાઈ નસીત, હેતલભાઈ રણજીતભાઈ ગોહેલ અને અર્ચનાબેન પરેશભાઈ સાકરીયાની નિમણૂંક થઈ હતી. જ્યારે ઉત્પાદન સહકાર અને સિંચાઈ સમીતીના સભ્ય તરીકે નાનજીભાઈ માધાભાઈ ડોડીયા, પરસોતમભાઈ કચરાભાઈ લુણાગરીયા, વિનુભાઈ જીવાભાઈ ધડુક, મનોજભાઈ વલ્લભભાઈ બાલધા અને હેતલબેન રણજીતભાઈ ગોહેલની વરણી કરવામાં આવી હતી.

Loading...