રાષ્ટ્ર ગૌરવ યાત્રામાં જોડાશે ભરવાડ યુવા ગ્રુપ

56

ભુપેન્દ્ર રોડ ખાતે ભવ્ય સ્વાગત કરાશે

ભારતના પ્રજાસતાક પર્વની નીમીતે શહેરમાં રાષ્ટ્ર ગૌરવ યાત્રા સમીતી દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ૨૫૧ ફુટના રાષ્ટ્ર ઘ્વજને ખંભે ઉચકીને રાજકોટવાસીઓ રાજકોટના રાજમાર્ગો ઉપરથી યાત્રા સ્વરુપે નીકળશે. સાથે સૈનિકોને શ્રઘ્ધાંજલી પાઠવવા ફલોટસમાં અસંખ્ય તિરંગાઓ સાથે બાઇક સવારો હશે.

આ યાત્રામાં માલધારી ભરવાડ સમાજના યુવાનો પણ મોટી સંખ્યામાં જોડાશે ને સમગ્ર માલધારી ભરવાડ સમાજ દ્વારા યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. રાજેશ્રી સીનેમાની સામે ભુપેન્દ્ર રોડ પર યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. જેમાં ફુલોનો વરસાદ કરી તિરંગાને ભારત માતાના ફલોટસને અને સૈનિકોને શ્રઘ્ધૉજલી પાઠવવામાં આવશે. ઉપરસ્થિત લોકોને સરબત તેમજ પ્રસાદનું વિતરણ કરવામા આવશે. આયોજનને સફળ બનાવવા કરણ ગમારા (કેશરી) દિલીપ ગમારા, બીજલભાઇ ચાવડીયા, વીર ડાભી, ચિરાગ મેવાડા, મેહુલ ગમારા, રામભાઇ ચાવડીયા, વિભાભાઇ ઝાપડા, સતિષભાઇ ગમારા, વિજયભાઇ મેવાડા, પ્રતિકભાઇ ટોળીયા વગેરે જહેમત ઉઠાવી રહ્યાં છે.

Loading...