Abtak Media Google News

ભારતી એરટેલે ઇન્ડસ ટાવર અને ભારતી ઇન્ફ્રાટેલના મર્જરને મંજૂરી આપી દીધી છે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે આ મર્જરથી બનનારી નવી કંપની ભારતના 22 સર્કલ્સમાં 1.63 લાખ ટાવરની સાથે ચીનની બહારની દુનિયાની સૌથી મોટી મોબાઇલ ટાવર કંપની બનશે. મર્જર પછી બનનારી કંપની પાસે ઇન્ડસ ટાવર્સનો 100 ટકા હિસ્સો હશે. ઇન્ડસ ટાવર્સમાં અત્યારે ભારતી ઇન્ફ્રાટેલ (42 ટકા), વોડાફોન (42 ટકા), આઇડિયા ગ્રુપ (11.15 ટકા) અને પ્રોવિડન્ટ (4.85 ટકા)ની સંયુક્ત માલિકી છે.

ભારતી ઇન્ફ્રાટેલ અને ઇન્ડસ ટાવર્સના વ્યવસાયની સંપૂર્ણ માલિકી નવી કંપની પાસે હશે અને તેનું નામ બદલીને ઇન્ડસ ટાવર્સ લિમિટેડ રાખવામાં આવશે. આ સાથે ભારતીય શેરબજારમાં તે લિસ્ટેડ પણ રહેશે.

નિવેદનમાં જણાવ્યું છે કે ભારતી ઇન્ફ્રાટેલ અને ઇન્ડસ ટાવરના મર્જરથી નવી ટાવર કંપની બનશે. કંપની તમામ 22 ટેલિકોમ સર્કલમાં ઓપરેટ કરશે અને દેશભરમાં તેના 1.63 લાખ ટાવર હશે. નવી કંપની ચીન પછી દુનિયાની સૌથી મોટી ટાવર કંપની હશે.ભારતી ઇન્ફ્રાટેલ અને ઇન્ડસ ટાવર્સના વ્યવસાયની સંપૂર્ણ માલિકી નવી કંપની પાસે રહેશે અને તેનું નામ બદલીને ઇન્ડસ ટાવર્સ લિમિટેડ રાખવામાં આવશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.