રાજકોટના પનોતા પુત્ર અને ગુજરાત રાજયના મુખ્યમંત્રી રૂપાણીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવતા ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ

કમલેશભાઈ મીરાણી,  ધનસુખભાઈ ભંડેરી, નીતિનભાઈ ભારદ્વાજ સહિતના આગેવાનોએ શુભેચ્છાનો વરસાદ વરસાવ્યો

ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો આવતીકાલ તા.૨જી ઓગસ્ટના રોજ ૬૪મો જન્મદિવસ હોય ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, ભાજપ મહામંત્રી દેવાંગભાઈ માંકડ, જીતુભાઈ કોઠારી, કિશોરભાઈ રાઠોડ વગેરેએ વિજયભાઈ રૂપાણીનું જીવન મંગલમયની સાથોસાથ દિર્ઘાર્યુ અને નિરોગી રહે તેવી શુભકામના વ્યકત કરી હતી. તેઓએ એમ પણ જણાવ્યું હતું કે, વિજયભાઈ રૂપાણીની કાર્યનિષ્ઠા અને કાર્યક્ષમતા પર વધુ એક મ્હોર લાગી છે કે કોરોના જેવી મહામારી વચ્ચે પોતાના આરોગ્યની ચિંતા કર્યા વગર સતત કાર્યશીલ રહીને કોરોના વોરિયર્સ બન્યા છે.

જયારે વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં ગુજરાતમાં વિકાસની ગાડી પુરપાટ દોડી રહી છે. લોકડાઉન દરમિયાન ભાજપ સરકારની સાર્વજનિક સ્વાસ્થ્ય , કાયદો અને વ્યવસ્થા, વહિવટીતંત્ર સાથે વિવિધ હિતધારકોનો અનુભવ પ્રવાસી શ્રમિક અને અન્ન પુરવઠા જેવી વ્યવસ્થા સરાહનીય રહી છે. કોરોના મહામારીને કાબુમાં રાખવા પ્રશંસનીય પગલા ઉપરાંત ૭૫ ટકા લોકોને ઘર બેઠા નળ દ્વારા પાણી પહોંચાડવામાં અગ્રેસર વિજયભાઈને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવી છે.

Loading...