Abtak Media Google News

લોકસભા ચૂંટણીને ધ્યાને લઈને ઓબીસી નેતા અમિત ચાવડા ઉપર પસંદગીનો કળશ ઢોળાયો

રાષ્ટ્રીયકક્ષાએ તો ઠીક પરંતુ સનિક કક્ષાએ પક્ષ કોંગ્રેસ પરિવારવાદને તરછોડવા નથી માંગતી. ભરતસિંહના માસીયાઈ ભાઈ અમિત ચાવડાને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પદે પસંદગી કરી કોંગ્રેસે ફરી આ વાત સાબીત કરી દીધી છે.

ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પદેથી ભરત સોલંકીને હટાવી આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાની પસંદગી કરી છે.

કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન બાદ રાહુલ ગાંધીએ યુવાનોને રાજકારણમાં તક આપવાની સ્પષ્ટ વાત કરી હતી.

Bharatsinh Solankiજેના અનુસંધાને ગુજરાત કોંગ્રેસના પ્રમુખપદે અમિત ચાવડાની પસંદગી કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે.

આગામી દિવસોમાં પ્રદેશ સંગઠનમાં ફેરબદલ થશે. નવા યુવા ચહેરાઓને તક આપવામાં આવશે. માટે ગુજરાત કોંગ્રેસના ઉપપ્રમુખ મૌલીન વૈશ્ર્ણવે રાજીનામું આપ્યું છે.

આ મામલે મૌલીન વૈશ્ર્ણવે કહ્યું છે કે, રાજયમાં યુવા અને હોંશીલા નેતાને પક્ષના પ્રમુખ બનાવવાના નિર્ણયી હું ખૂબ ખુશ છું, નવા પ્રમુખ આવે એટલે તેઓ નવી ટીમની રચના કરે જેથી તેમને ટીમ બનાવવામાં અનુકુળતા રહે તે માટે હું રાજીનામુ આપુ છું.

કોંગ્રેસના પ્રદેશ પ્રમુખપદે ભરતસિંહ સોલંકીએ હાઈ કમાન્ડને રાજીનામુ સુપ્રત કરી દીધું છે અને હાઈ કમાન્ડે પણ તેને મંજૂર રાખ્યું છે.

Mla Amit Chavda 1 1આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ઓબીસી નેતા અમિત ચાવડા પર પસંદગી ઉતારી તેમને પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવ્યા છે.

અમિત ચાવડા ભરતસિંહ સોલંકીના માસીયાઈ ભાય થાય છે. ચાવડાના દાદા ઈશ્ર્વરસિંહ ચાવડા સાત વખત ગુજરાતના સાંસદ પદે રહ્યાં છે.

આજે નવા પ્રદેશ પ્રમુખ દિલ્હી ખાતે પહોંચી ગયા છે. આગેવાનો અને કાર્યકરો દ્વારા ઠેર-ઠેર તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે. હાલ અમિત ચાવડા કોંગ્રેસ પક્ષના દંડક છે. હવે તેઓ પ્રદેશ પ્રમુખની જવાબદારી સંભાળશે.

 

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.