Abtak Media Google News

ગુજરાત વિધાનસભાનાં અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ત્રિવેદી પર કોંગ્રેસના અમિતભાઈ ચાવડા અને વિરોધપક્ષના નેતા પરેશભાઈ ધાનાણીએ પત્ર અને નિવેદન દ્વારા મો-માથાવગરના રાજકીય જૂઠ્ઠા આક્ષેપો કર્યાં છે. તેને હું  ભાજપ પ્રદેશ પ્રવકતા ભરત પડ્યાએ વખોડિયો છે.

પંડયાએ જણાવ્યું હતું કે, સુપ્રિમ કોર્ટનો સ્પષ્ટ દિશાનિર્દેશ અને કાયદો છે કે જેને ફોજદારી ગુન્હામાં ૨ વર્ષની સજા થઈ હોય તેનું સભ્યપદ આપોઆપ રદ થાય છે. ચૂંટણીપંચની માર્ગદર્શિકા, લીગલ ડિપાર્ટમેન્ટનો અભિગમ સાથે સુપ્રિમકોર્ટના કાયદાનું પાલન કરીને અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ ન્યાયધર્મ અને રાજધર્મનું પાલન કર્યું છે.

પંડયાએ જણાવ્યું હતું કે, કોઈપણ ઉમેદવારને જીતેલો જાહેર કરવોએ ચૂંટણીપંચની સત્તા અને અધિકાર છે. તેના પર હાઈકોર્ટના ચૂકાદા પછી ભુપેન્દ્રસિંહજીને સુપ્રિમ કોર્ટમાં જવાનો બંધારણીય અને ન્યાયી અધિકાર છે.

સુપ્રિમકોર્ટે આ સંદર્ભમાં સ્ટે આપ્યો છે. ત્યારે કોંગ્રેસ જૂઠ્ઠા આક્ષેપો કરવાનું બંધ કરે. સુપ્રિમકોર્ટમાં ભુપેન્દ્રસિંહજીને સુપ્રિમકોર્ટે સ્ટે આપ્યો છે અને આમ જોવા જોઇએ તો કોંગ્રેસના ધારાસભ્ય ભગવાનભાઇ બારડને પણ હાઇકોર્ટે સ્ટે આપ્યો છે. ત્યારે કોંગ્રેસ ન્યાયતંત્રની ઉપરવટ જઇને જેનો રોલ કે ભૂમિકા નથી તેવા વિદ્યાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઇ ત્રિવેદી પર બેબુનિયાદ અને જુઠ્ઠા આક્ષેપો કરીને કોંગ્રેસે બુધ્ધિનું દેવાળું કાઢયું છે. કોંગ્રેસ કોઇપણ મુદ્દે ભાજપ સામે રાજકીય જુઠ્ઠા આક્ષેપો કરવાનું બંધ કરે તેવી અપીલ ભરત પંડયાએ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.