Abtak Media Google News

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનો કર્ણાટક પ્રવાસનો આજે બીજો દિવસ છે. આજે તેમણે એલાન કર્યું છે કે બીજેપી રાજ્યમાં વિકાસ અને હિંદુત્વના મુદ્દે ચૂંટણી લડશે. રાજ્યમાં આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને અમિત શાહ કર્ણાટક જાગૃતિ યાત્રા કાઢી રહ્યા છે. આ યાત્રા દરમિયાન શાહ એ વિસ્તારોની મુલાકાત કરી રહ્યા છે, જ્યાં બીજેપીની પકડ મજબૂત નથી.

મૈસૂરમાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન અમિત શાહે કહ્યુંકે કર્ણાટકમાં બીજેપી મજબૂત સ્થિતિમાં છે અને કોઇપણ પાર્ટી સાથે ગઠબંધન કર્યા વગર સરકાર બનાવશે. – શાહે કોંગ્રેસની સાથે જેડીએસને ઘેરીને આરોપ લગાવ્યો કે પડદાની પાછળ બંને પાર્ટીઓએ સાથે થઇ ગઇ છે. તમે જેડીએસને વોટ આપશો તો તે કોંગ્રેસના ખાતામાં જ ગણવામાં આવશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.