Abtak Media Google News

પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયાએ વિશ્વ મહિલા દિન નિમિતે જણાવ્યું છે કે, આજે સમગ્ર વિશ્વમાં મહિલાઓએ નોંધપાત્ર પ્રગતિ કરી છે, આજે મહિલાઓ, સામાજીક, શૈક્ષણિક, ઉધોગ, રાજનીતિ એમ આંગણવાડીથી લઈને અંતરિક્ષ સુધી પહોંચી છે. યુનો દ્વારા સમગ્ર વિશ્વમાં ૮મીએ માર્ચએ મહિલા દિન તરીકે ઉજવાય છે. આપણો ભારત દેશ એ પુરુષપ્રધાન દેશ તરીકે ઓળખાય છે. આઝાદ ભારતમાં સૌપ્રથમ પહેલ બંધારણના ઘડવૈયા એવા ડો.બાબાસાહેબ આંબેડકરે મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગળ વધે અને પુરુષો સમોવડી બની રહે મહિલાઓને સમાન હકક અને સમાનતા મળે તેવા ઐતિહાસિક પ્રયત્નોની બંધારણમાં જોગવાઈ કરેલ છે. આજના આ મહિલા દિને બહેનોને સમાજમાં માન-સન્માન-યશ મળે અને પ્રગતિ કરે તેવી શુભકામનાઓ પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયાએ પાઠવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.