ચિંતા ના કરો… ખાવા-પીવાની વસ્તુઓનો જથ્થો ભરપુર છે

69

યુધ્ધના ધોરણે કાર્ય કરતા રાષ્ટ્રને અન્ન સુરક્ષાની ખાતરી આપતુ ફુડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા

વિશ્ર્વ વ્યાપી કોરોનાની મહામારીનાં ભરડામાં ભારત પણ ઘીમે ઘીમે સપડાય રહ્યુ છે દિવસેને દિવસે સ્થિતિ ગંભિર બની રહી છે. ત્યારે સંકાનીઆ કપરી પરિસ્થિતિને પહોચી વળતા ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ યુધ્ધના ધોરણે કામ કરતા રાષ્ટ્રને અન્ન સુરક્ષાની ખાતરી આપી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે મેનેજીંગ ડિરેકટર ડી.વી.પ્રસાદ આઇએસએસ ફૂડ કોપોરેશન ઓફ ઇન્ડિયા, ના નેતૃત્વમાં એફસીઆઇની ભૂમિકા દેશમાં પર્યાપ્ત બફર સ્ટોક અને ભાવ સ્થિરતા જાળવવાની છે. એકસીઆઇ મુખ્યત્વે પંજાબ, હરિયાણા જેવી રાજયોમાંથી અનાજની ખરીદી કરે છે અને ખાધવાળા રાજ્યોમાં સપ્લાય કરે છે. યુદ્ધના ધોરણે, રાષ્ટ્રને અન્ન સુરક્ષાની ખાતરી સાથે એફસીઆઇના કર્મચારીઓ સમગ્ર ભારતમાં કાર્ય કરી રહ્યા છે.

દેશભરમાં તાળાબંધીના સમય ગાળામાં દેશના દરેક ભાગમાં અન્નજન્ય ઘઉં અને ચોખાના સંગ્રહને ઉપલબ્ધ કરાવવામાં આવે છે તે અંગેના પ્રયત્નોને ચાલુ રાખીને એફસીઆઇએ સતત ૧.૯૩ લાખ મેટ્રિક ટનની ૭૦ રેક (ટ્રેન) દ્વારા ખસેડીને સિંગલ ડે મૂવમેન્ટમાં એક નવો રેકોર્ડ બનાવ્યો છે.

લોક ડાઉન શરૂ થનારા ૧૨ દિવસ દરમિયાન, એકફસીઆઇએ ૧.૪૧ લાખ મેટ્રિક ટનનું સરેરાશ મૂવમેન્ટ કર્યુ છે.

દરરોજની સરેરાશ આશરે ૦.૮ લાખ મેટ્રિક ટન અને કુલ ૬૦૫ રેક વહન કરીને, સંપૂર્ણ રીતે ૧૬.૬૪ મેટ્રિક ટન અનાજ દેશભરમાં સ્થળાંતર થાય તે રેતે એફસીઆઇ દ્વરા તેનું પરિવહન કરવામાં આવ્યું છે.

વ્યવસ્થાના ભાગ રૂપે એફસીઆઇ ગુજરાતના મહા પ્રબંધક અસીમ છાબડાના માર્ગદર્શનથી ગુજરાતમાં ૯૫ રેક ચોખા ૨૪ રેક ઘઉં આ રીતે કુલ ૧૧૯ રેક દ્વારા અનાજનો જથ્થો આવશે સાથે સાથ ૨૦ ક્ધટેનર દ્વારા પ્રયાપ્ત માત્રામાં અનાજનો જથ્થો ગુજરાત પાસે છે.

સૌરાષ્ટ્ર ખાતે ડિવિજનલ ઓફીસ રાજકોટ દ્વારા ૧૨ જીલલામાં કલેકટરના આધીન ગુજરાત પુરવઠા નિગમ દ્વારા અનાજ વિતરણ થશે તેના પ્રમાણે સૌરાષ્ટ્ર ખાતે  પ્રવિણ રાધવન અને મહેન્દ પાટીલના માર્ગદર્શનમાં ૨૫ રેક આવશે. સૌરાષ્ટ્ર પાસે અંદાજે ૧.૧૫ લાખ મેટ્રિક અનાજ રાખવાની ક્ષમતા છે. પૂર્ણ ગુજરાત પાસે ૬.૨૯ લાખ મેટ્રિકનો જથ્થો રાખવાની ક્ષમતા છે.હાલ લોકડાઉન દરમિયાન માધાપર રેલ્વે ગુડ્સ ખાતે ચોખાની રેક ચાલુ છે અને તે અન્નનો જથ્થો ઘંટેશ્ર્વર ખાતે ગોદમમાં પરિવહન કરી ગુજરાત સરકારને અનાજનું વિતરણ થશે.

એકંદરે યુધ્ધના ધોરણે રાષ્ટ્રને અન્ન સુરક્ષાની ખાતરી સાથે એફસીઆઇના કર્મચારીઓ કાર્ય કરી રહ્યા છે અને સમગ્ર ભારત-રાષ્ટ્રને પૂર્ણ અન્ન સુરક્ષાની ખાતરી આપવા એફસીઆઇ પાસે પર્યાપ્ત માત્રામાં વ્યવસ્થાન છે.

Loading...