ભામાશા સ્વ. બાબુભાઈ વાંકના સ્મરણાર્થે વધુ ૧૦૦૦ પરિવારોને નાસ મશીનનું વિતરણ

કોર્પોરેટર વિજયભાઈ વાંક સહિતના આગેવાનો દ્વારા આયોજન: અગાઉ ૨૫૦૦ મશીન અપાયા’તા

સ્વ. બાબુભાઇ રામસૂરભાઇ વાંકની પ્રથમ માસિક પુણ્યતિથી નિમિત્તે આજે વાંક પરિવાર દ્વારા નાસ લેવાના મશીનના વિતરણના બીજા તબક્કામાં ૧૦૦૦ પરિવારો ને નાસના મશીનનું વિનામુલ્યે વિતરણ કરાયુ હતું.

ગુજરાત આહિર સમાજના મોભી ગૌ સેવક સૌરાષ્ટ્ર-કચ્છ તેમજ અમદાવાદ આહિર સમાજની સંસ્થાઓમાં જેમનું અમૂલ્ય આર્થિક યોગદાન રહ્યું છે. એવા દાનવીર ભામાશા મવડીનગર પંચાયતના પૂર્વ પ્રમુખ સ્વ. બાબુભાઈ રામસૂરભાઈ વાંકનું નિધન થતા તેમની પ્રથમ માસિક પૂણ્ય તીથિ નિમિતે તેમનાપુત્ર વિજયભાઈ વાંક દ્વારા થોડા દિવસ પહેલા તેમના વોર્ડ નં.૧૨માં ૨૫૦૦ જેટલા નાશ લેવાના મશીનનું વિતરણ કર્યું હતુ આજરોજ ૧૦૦૦ જેટલા નાશ લેવાના મશીનનું વિતરણ કરવામાં આવ્યું હતુ પહેલેથી જ વાંક પરિવાર દ્વારા સેવાકીય કામગીરી કરવામાં આવે છે.

આ તકે શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. અને વિજયભાઈ વાંક દ્વારા વિસ્તારના તમામ લોકોના ઘરે ઘરે જઈ નાશ લેવાના મશીનનું વિતરણ કર્યુ હતુ.

આ તકે શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર,  નાનુભાઈ સબાડ, જીલુભાઈ વાંક, અજિતભાઈ વાંક, વિક્રમભાઈ વાંક, પ્રકાશભાઈ વાંક, નિલેષભાઈ વાંક,મયુરભાઈ વાંક, રમેશભાઈ વાંક, આયદાનબા વાંક, અઘાભાઈ વાંક, દેવાણંદભાઈ વાંક, રાજુભાઇ ગરચર, લાલાભાઈ વાંક, વિપુલભાઇ માખેલા, મહેશભાઇ માખેલા, મહેશભાઇ વાંક, મોહનભાઇ માલા, દેવદાનભાઈ માલા, હમીરભાઈ પડેશા, વિજયભાઈ એસ. વાંક, અશોકભાઇ વીરડા, આલિંગભાઈ વીરડા, દિલીપભાઈ સોઠિયા, અશ્વિનભાઈ વીરડા,બાલાભાઈ વાછાણી વોર્ડ પ્રમુખ જગદીશભાઇ સખીયા, કોર્પોરેટર સંજયભાઈ અજુડિયા, કનકસિંહ જાડેજા, ઘનશ્યામસિંહ જાડેજા, હેમેન્દ્રસિંહ જાડેજા, યોગેન્દ્રસિંહ રાણા, જયુભા પરમાર, ભૂપતભાઇ ધિયાડ, બાલાભાઇ વાછાણી,  નિલેષભાઈ ભાલોડી, કિશનભાઈ પરસાણીયા, દિલીપભાઇ નિમાવત, દિલીપભાઇ ચાવડા, ભરતભાઇ ડાંગર, હરિભાઇ ભંડેરી, સંદીપભાઈ ભંડેરી, રવિભાઈ ભંડેરી, ગાંડુંભાઈ પ્રજાપતિ. બાલાભાઇ પ્રજાપતિ, લાલાભાઈ ભરવાડ, રવાબાપા ડાંગર, વિક્રમભાઈ ડાંગર, અશોકભાઇ મારક્ણા, મનુભાઈ કપુરિયા, હરિભાઇ કાકડિયા, હરદીપસિંહ જાડેજા, લક્ષ્મણભાઈ ચાવડા અને ઉમેશભાઈ દરજી ઉપસ્થિત રહ્યા હતા.

પિતાજીની પ્રથમ માસિક પૂણ્યતિથી નિમિતે નાશ લેવાના મશીનનું વિતરણ કર્યું: વિજયભાઈ વાંક

અબતક સાથેની વાતચીત દરમિયાન વોર્ડ નં.૧૨ના કોંગી કોર્પોરેટર વિજયભાઈ વાંકએ જણાવ્યું હતુ કે મારા પિતા સ્વ. બાબુભાઈ રામસૂરભાઈ વાંકનું નિધન થતા તેમની પ્રથમ માસિક પૂણ્ય તીથી નિમિતે પહેલા અમારા વિસ્તારમાં ૨૬૦૦ જેટલા નાસ લેવાના મશીનનું વિતરણ કર્યુ હતુ અમને ઘણા બધા ફોન આવતા તેથી અમે આજે ફરીથી અમારા વિસ્તારમાં આજે એક હજાર જેટલા નાશલેવાના મશીનનું વિતરણ કરેલ છે. હાલની આ કોરોના મહામારીમાં નાશ લેવી જરૂરી હોય તેથી અમે અમારા વિસ્તારમાં રહેતા ગરીબ તેજ મધ્યમવર્ગનાં તમામ લોકોને નાશ લેવાનું મશીન આપવા આવેલ છે.

વાંક પરિવાર દ્વારા અવિરત સેવાકીય પ્રવૃત્તિઓ ચાલતી: કોંગી શહેર પ્રમુખ અશોકભાઈ ડાંગર

અબતક સાથેની વાતચીત દરમિયાન શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગરએ હતુ કે આહિર સમાજના મોભી ગૌ સેવક સ્વ. બાબુભાઈ વાંકની પ્રથમ માસિક પૂણ્ય તિથિ નિમિતે વોર્ડ નં.૧૨નાં વિસ્તારમાં વિજયભાઈ વાંક દ્વારા પહેલા પાર્ટમાં ૨૫૦૦ પરિવારને વિનામૂલ્યે નાશ લેવાના મશીનનું વિતરણ કરવામાં આવ્યું હતુ ત્યારે અજે વિજયભાઈ વાંક દ્વારા ૧૦૦૦ જેટલા નાશ લેવાના મશીનનું વિતરણ કરવામાં આવ્યું છે. લોકડાઉનથી લઈ અત્યાર સુધી વિજયભાઈ વાંક અને તેમના પરિવાર દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. અને આગળ પર આવી જ સામાજીક સેવાકીય પ્રવૃત્તિઓ કરતા રહે તેવી શુભેચ્છાઓ.

Loading...