Abtak Media Google News

અયોઘ્યા મુદ્દો માત્ર ચૂંટણીલક્ષી બનાવો: તે લોકોની શ્રઘ્ધાનો વિષય છે: મોહન ભાગવત

તારીખે પે તારીખ નહી પણ વરસોના વર્ષ જેમ આદકાળથી પેન્ડીંગ રામમંદીરનો ફરીથી લટકી ન જાય તે માટે હિન્દુ સંગઠનો એક થવા આરએસએસના મોહન ભાગવતે અપીલ કરી છે. શુક્રવારે ભાગવતે કહ્યું હતું કે અયોઘ્યાનો મુદ્દો નિર્ણાયક સ્ટેજ પર હતો. જે લોકો રામમંદીર નિર્માણ અંગે ખરેખર તત્પર હોય તેમણે સક્રીય થવું પડશે. કુંભ મેળામાં વિશ્વ હિન્દુ પરિષદની સભાના આખરી દિવસે ભાગવતે કહ્યું કે રામ જન્મભુમીમાં મંદીર નિર્માણ નિર્ણાયક તબકકામાં છે. જો હવે હિન્દુ સંગઠનો એક જુટ નહી થાય તો અયોઘ્યાનો મુદ્દો ફરીથી અભેરાઇએ ચડવા સમાન થશે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડાએ ઉમેર્યુ કે, મંદીર નિર્માણ માટે કાર્યરત લોકો તેમનો લક્ષ્ય ભુલે નહી. લોકોને આ મુદ્દા અંગે ખ્યાલ હોવો જોઇએ અને જો જરુર પડે તો રોષ પણ દર્શાવાય મંદીર નિર્માણના વિકાસને જોતા હજુ જો ૬ મહીના જેટલો સમય લાગે તો ઠીક છે, પરંતુ ત્યારબાદ બાંધકામ શરુ કરાયું કે નહી તે સુનિશ્ચીત કરવું જરુરી છે. સરકાર પાડોશી દેશના નોન મુસ્લીમ માયનોરીટીને ભારતીય નાગરીકતા આપવા બીલ લાવી રહ્યું છે. લોકસભાની ચુંટણીમાં લેવાયેલ દરેક નિર્ણયો રામમંદીર નિર્માણને અસર કરે છે.

લોકો કહે છે કે તેઓ રામમંદીર બનાવનારને મત આપશે.  પરંતુ મંદીર નિર્માણ માત્ર મતદારોને આકષવા પુરતુ ન હોવું જોઇએ. આ મુદ્દો લોકોની શ્રઘ્ધા સાથે જોડાયેલો છે. બે દિવસીય ધર્મ સંસદ નો મુખ્ય એજન્ડા જ અયોઘ્યા વિવાદનો રહ્યો જે રામ જન્મભુમી ન્યાસના હેડ મહંત નીત્ય ગોપાલ દાસની અઘ્યક્ષતામાં કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારે રામ જન્મભુમિની વિવાદીત ભુમિ સિવાયની જમીન ન્યાસને પરત સોંપવા સુપ્રીમ કોર્ટમાં અરજી કર્યા બાદ વિહીપની મીટીંગ કરવામાં આવી હતી.

બુધવારે પુરી શંકરાચાર્ય સ્વામી સ્વરુપાનંદ સરસ્વતીને ર૧મી ફેબ્રુઆરીની સેરેમની માટે બોલાવવામાં આવ્યા છે. આ ઉત્સવનું આયોજન રામ મંદીર નિર્માણની શરુઆતને અનુલક્ષીને થઇ રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.