Abtak Media Google News

દરરોજ સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમો: શુક્રવારથી કથાનો પ્રારંભ, ગૌ પ્રેમીઓ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે

કિશાન ગૌશાળા દ્વારા ગૌમાતાના લાભાર્થે શ્રીમદ્દ  ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું સુંદર આયોજન કરાર્યુ છે. કથાનો તા. ૧૯-૪ થી શુભારંભ થશે. કથા દરમ્યાન વિવિધ ધાર્મિક પ્રસંગો તેમજ દરરોજ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમો આનંદ-ઉત્સાહભેર ઉજવાશે તેમ ‘અબતક’ ની શુભેચ્છા મુલાકાતે આવેલા ચંદ્રેશભાઇ પટેલ, રમેશભાઇ કાછડીયા, જે.પી. ભાલાળા, રાજુભાઇ ગઢીયા, અરવિંદભાઇ તેમજ તેજાભાઇ ગઢીયાએ જણાવ્યું હતું.પોથીયાત્રા તા. ૧૯-૪-૧૯ શુક્રવારે ૨.૩૦ વાગ્યે જીથરીયા હનુમાન મંદીરથી નીકળશે.

તા. ર૦-૪-૧૯ શનિવારે ગૌ કર્ણ મહારાજની કથા, રાત્રે લોકડાયરો જેમાં કલાકાર ખીમજી ભરવાડ, હર્ષ પીપળીયા અને કવિતાબેન ઝાલા રમઝટ બોલાવશે.તા. ૨૧-૪ ના રોજ નૃસિંહ જન્મ રાત્રે કોઠા ભાડુ કિયાનું વિર વચ્છરાજનું નાટક યોજાશે. તા. રર-૪ ના રોજ વામન જન્મ, શ્રીરામ જન્મ, કૃષ્ણજન્મ અને રાત્રે રાસ ગરબા, દિલીપભાઇ ભાલાળ ગ્રુપના સથવારે યોજાશે, તા. ર૩-૪ ના રોજ ગોવર્ધન ઉત્સવ કૃષ્ણલીલા અને રાત્રે લોકડાયરામાં યોગીતાબેન પટેલએ મનસુખભાઇ ખીખોરીવાળા લોકોને મોજ કરાવશે.

તા. ર૪-૪ રાત્રે પ્રતિકભાઇ દ્વારા પ્રવચન જેમાં ગાય આધારીત ખેતી, વ્યસન મુકિત, પાણી બચાવો પર્યાવરણ બચાવો , ટ્રાફીકના નિયમોનું પાલન કરવું, સ્વચ્છતા વિશે માહીતી આપવામાં આવશે તેમજ બ્લડ કેમ્પ બપોરે ૩ થી ૯ વાગ્યયા સુધી યોજાશે.તા. ૨૫-૪ ના રોજ સુદામા ચરિત્ર, પરીક્ષીત મોક્ષ સાથે કથા વિરામ લેશે. બાપા સીતારામ ચોક, સોરઠીયા ગ્રાઉન્ડ ખાતે યોજાનાર ભાગવત સપ્તાહનો સર્વે ભકતજનોને લાભ લેવા આયોજકોએ અનુરોધ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.