Abtak Media Google News

પંચનાથ મહાદેવ સાર્વજનિક ટ્રસ્ટ આયોજીત પૂ. રમેશભાઇ ઓઝાની ભાગવત કથામાં આજે સાંજે હાસ્યનું વાવઝોડુ: શાહબુદ્દીન રાઠોડ, સાંઇરામ દવે અને સુખદેવ ધામેલીયાનો હસાયરો શહેરીજનોને કરાવશે જલસો

પંચનાથ મહાદેવ સાર્વજનીક ટ્રસ્ટ આયોજીત ભાઇશ્રીની ભાગવત કથાના આજે છઠ્ઠા દિવસે વિવિધ જ્ઞાતિના અગ્રણીઓ તેમજ શહેરનાં ભાવિકજનોએ બહોળા પ્રમાણમાં ઉપસ્થિત રહીને કથા શ્રવણનો લાભ લીધો હતો. ગઇકાલે રાત્રી કાર્યક્રમમાં યોજાયેલ શિવતાંડવ, શિવભજન, ગણેશ લક્ષ્મી વંદના અને વોટર ડાન્સ સહીતની કૃતિઓએ દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા.

આજે છઠ્ઠા દિવસના કથા સત્રમાં પૂ. રમેશભાઇ ઓઝાએ કહ્યું હતું કે જયાં સફાઇ છે ત્યાં સ્વસ્થતા અને સુંદરતા છે. ગંદગી તિરસ્કૃત છે. આવા વિસ્તારોમાં ઘરે ઘરે માંદગીના ખાટલા હોય છે. આવી બહારની ગંદગી કરતા પણ અંદરની ગંદગી ખતરનાક હોય છે. સત્સંગથી આવી ગંદગીનો કચરો દેખાય છે. ઘ્યાન, ભજન અને સાધનાથી આવો કચરો સાફ થઇ જાય છે.

માણસ પોતાની જીભને સ્વાદ અને વાદને જીતવો જરુરી છે. સ્ત્રી એવો પતિ ઇચ્છે છે કે જે ધાર્મિક, મુલ્યનિષ્ઠ સજજન, સુરવીર, જ્ઞાનિ ઓ બુઘ્ધિશન હોય, કાયર હોવો ન જોઇએ. આ પાંચ ગુણો પતિના અપેક્ષિત છે. એટલે જ દ્રોપદીએ પાંડવોને પસંદ કર્યા હતા.

આ અવિનાશી ગ્રંથમાં ઇશ્ર્વરના અવતારોની કથા છે. મહર્ષિ વેદવ્યાસજી રચિત અને દેવાધિ ગણપતિજી લિખીત ભગવત ગ્રંથ જે માત્ર ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓનું જ વર્ણન કરતો નથી પરંતુ યુગે યુગે માનવ સમાજને દિવ્ય જીવનનો સંદેશો આપે છે. કાળરુપી સાપ સર્વ જીવનોને એક સરખો જ ડંખ દે છે.

આ કાળ‚પી સર્પ એજ તક્ષક છે. તક્ષકના ડંખથી મુકિત મેળવવા ભાગવત‚પ કથા શ્રેષ્ઠ સાધન છે. વ્યાસજીના પુત્ર શુકદેવજીએ આ કથા સર્વ પ્રથમ પાંડવકુળના પરિક્ષીત રાજાને સંભળાવી હતી કથા સાંભળીને તેને મોક્ષ મળ્યું હતુ.

ભગવાન બ્રહ્માજી રચિત ચતુ: શ્ર્લોકો ભાગવતને વેદ વ્યાસજીએ વિસ્તૃત કરીને ૧૮ હજાર શ્ર્લોક, ૩૩૫ અધ્યાય, ૧૨ સ્કંધ, ૪૩ પ્રકરણ અને ૪૫ લાખ અક્ષરોવાળા ભાગવત ગ્રંથની રચના કરી છે. ભગવાન શ્રી કૃષ્ણએ સ્વધામગમન જતા પહેલા કહ્યું હતુકે, ‘હું મા‚ તેજ શ્રીમદ ભાગવતમાં મૂકુ છુ’ એટલે જ ભાગવત ભગવાનની કથા પૂર્વે પૂજા થાય છે. આ દિવ્ય ગ્રંથ અંદરનાં અંધકારને નિવૃત કરે છે, કેમકે તે જ્ઞાન પ્રદિપ્ત છે, જ્ઞાનદિપક છે. ભાગવત કથા ભવલોકની દવા છે, સત્યના ઉપાસકો માટે સંજીવની સમાન છે. દિવંગત પિતૃઓનું મોક્ષાદિ કલ્યાણ ભાગવતથી જ થાય છે.

વધુમાં વ્યાસપીઠેથી ભાઈશ્રીએ ૧ થી ૯ સ્કંધનો સંક્ષિપ્ત પરિચય અને મહાત્મ્ય સમજાવતા કહ્યં કે, પહેલા સ્કંધમાં દેવતાઓની પરમ અને પૂણ્યમય ભૂમિ નૈમિષાચરણ્યમાં શૌનકાદિ ઋષિઓનો સૂતજી સાથે સંવાદ છે. બીજા સ્કંધમાં ભગવાનના વિવિધ અવતારોની કથાઓ છે, ત્રીજા સ્કંધમાં મહામૂનિ મૈત્રેયનું સૃષ્ટિવર્ણન અને બ્રહ્માજીની ઉત્પતિ કથા છે. ચોથા સ્કંધમાં બ્રહ્માજીની સૃષ્ટિના વંશો અને અન્ય અવતારોની કથા છે. પાંચમાં સ્કંધમાં ઋષભાવતાર, ભારતના મહાન રાજાઓનાં વૃતાંતો, ભરત આખ્યાન અને સૃષ્ટિ વર્ણન છે. છઠ્ઠા સ્કંધમાં અજામિલ આખ્યાન છે દક્ષ પ્રજાપતિના વંશોનું વર્ણન, નારાયણ કવચ અને વૃત્રાસુર વધની કથા છે. આઠમાં સ્કંધમાં ગજેન્દ્ર મોક્ષ, અમૃતકુંભની કથા, ભગવાનનો વામન અવતાર અને બલિરાજાની કથા છે. નવમાં સ્કંધમાં મનુના વંશનો અને ભગવાનના રામાવતારની સંક્ષીપ્ત કથા છે.

બીજા અવતારોની વિગતો અને ભગવતત્વની સમજણ ભાગવતના ૧ થી ૯ સ્કંધમાં છે. પણ ભાગવતે જેને પૂર્ણાવતાર અથવા સાક્ષાત ઈશ્ર્વરતત્વ કહ્યા છે તે કૃષ્ણાવતારનું વર્ણન ભાગવતના દશમાં અવતારમાં કરવામાં આવ્યું છે આ સ્કંધ પૂર્વાર્ધ અને ઉતરાર્ધ એમ બે ભાગમાં છે. બંને ભાગના કુલ ૯૦ અધ્યાય છે. આ સ્કંધની કથા શુકદેવજી રાજા પરિક્ષીતને કરાવી રહ્યા છે. આ સ્કંધ ભાગવતનું હૃદય કહેવાય છે. શ્રોતાઓનું મન ભગવાન સાથે જોડાય એ માટેની આ સ્કંધમાં લીલાઓ છે. આ જોડાણ થાય છે ત્યારે અહંકારનું અસ્તિત્વ રહેતુ નથી

કૃષ્ણવતાર અસાધારણ અવતાર છે. અને તેની અસર આજે હજારો વર્ષ થ, ગયા છતા લોક જીવન પર જીવંત છે. આખી ભારતીય સંસ્કૃતિ અને આર્યધર્મમાં કૃષ્ણનો ઝળહળતો પ્રભાવ છે.ભગવાન શ્રી કૃષ્ણએ જે જીવન દર્શન આપ્યું છે. તે ગીતા ‚પે તત્વદર્શન ઉપદેશ્યું છે.કૃષ્ણ એ મુખ્યત્વે ભકતજનો માટેના કૃષ્ણ છે. જીવનની પરમગતિના લક્ષ્ય‚પ કૃષ્ણ છે એથી જ દસમાં સ્કંધમાં એમનું ચરિત્ર પૂર્ણ પુ‚ષના અપાર ઐશ્ર્ચર્યને પ્રગટ કરના‚ છે.

આપણા શાસ્ત્રો સંવાદના‚પમાં કહેવાયા છે ગીતા યોગ શાસ્ત્ર, રામાયણ પ્રયોગ શાસ્ત્ર છે. અને ભાગવત યોગ શાસ્ત્ર છે ભાગવત આનંદ પ્રધાન છે. રામયણ સત્યના માર્ગે ચાલવાની વાત કરે છે. ક્રિયાનો સંબંધ સત્ય સાથે છે. ગીતા શ્રી કૃષ્ણ અર્જુનનો સંવાદ છે. આ સંવાદોના શાસ્ત્રો છે, આપણા જીવનમાં સંવાદિતતા આવે એટલે શ્રવણ કરવું જ‚રી છે. જયાં સંવાદિતતા છે ત્યાં શાંતિ હોય છે.

સંસાર પ્રત્યેની આસકિતને કારણે જીવનમાં દોષો આવે છે. તેની નિવૃત્તિ માટે માણસ સંતોના શરણે જાય છે. પરમાત્મામાં થયેલ પરમ આસકિત એટલે ભકિત આવી ભકિત સંતો, પ્રત્યે હોવી જોઈએ પ્રતિકુળ પરિસ્થિતિમાં પણ જે ઉગ્ર કે વ્યગ્ર ન થાય તે સંત સાધુ છે.

ગીતામા ભગવાન શ્રીકૃષ્ણએ વાદને પણ સ્થાન આપ્યું છે. વાદ અને સંવાદ યોગ્ય છે. પણ શાસ્ત્રમાં વિવાદને સ્થાન નથી. વ્યકિતના જીવનમાં સંવાદિતાનું સ્થાપન કરવા શાસ્ત્રો માર્ગદર્શન આપે છે. પારિવારિક જીવનમાં સંવાદિતતા હશે તો ત્યાં શાંતિ હશે સામાજીક જીવનમં પણ સંવાદિતતા હશે તો સંગઠન થશે છેલ્લે વૈશ્ર્વિક જીવનમાં પણ સંવાદિતતા આવે તો સર્વત્ર શાંતિનો આવિભાવ થશે.

વધુમાં ભાઈશ્રીએ કહ્યું હતુ કેવિવાદો ના હોય તો રાજનીતિ પણ ના હોય એટલે વિવાદ ન થાય તો વિવાદ ઉભા કરવામાં આવે છે. યુધ્ધ એક એવી ઘટના છે કે જેમાં કોઈની જીત થતી નથી જે હારે તે હારેલો જ છે પરંતુ જે જીતે છે તે પણ ઘણુ હારી જાય છે. જયારે કોઈ સિનેમા જોવા જાય છે. ત્યારે કોઈ ગીત આવે કે પ્રેમ ગીત આવે ત્યારે બધા ફ્રેશ થવા ચાલ્યા જાય છે.અને જયારે કોઈ હિંસક પ્રવૃત્તિ આવે છે (એકશન સીન) ત્યારે ખુરશી સાથે ચોટીને લોકો બેસી રહે છે. જે મનુષ્યની હિંસક મનોવૃત્તિ દર્શાવે છે. શ્રધ્ધા મનમાં હોય છે. જે બુધ્ધીનો ઉપયોગ કરશે તે પ્રશ્ર્ન કરશે કે ભાગવદ્ ગીતા કૃષ્ણ એ કહી છે એવું કોના દ્વારા કહેવામાં આવ્યું? જયારે જેના મનમાં શ્રદ્ધા હશે તે શ્રદ્ધા પૂર્વક કહે છે કે ભાગવદ ગીતા કૃષ્ણ દ્વારા કહેવામાં આવી છે. બુધ્ધી આંખ પર વિશ્ર્વાસ રાખે છે. તથા મન કાન પર વિશ્ર્વાસ રાખે છે.

શિક્ષણમાં ભાગવત્ ગીતા વિષય તરીકે ફરજિયાત સમાવવાના ખરડાને વધાવતા ભાઈશ્રી

રાજકોટ: શૈક્ષણીક સંસ્થાઓમાં ભાગવત ગીતા વિષય તરીકે ફરજીયાત પણે સમાવવા બાબતે ભાઈશ્રીને પુછતા તેઓએ જણાવ્યું હતુ કે ભાગવત ગીતા જેવા ગ્રંથોને કોઈ ધર્મ-વિશેષ સાથે જોડવા એ નાસમજી છે. ભાગવત ગીતાને જો તમે વાંચો તો તમને ખબર પડશે કે તેમાં કોઈ પણ જગ્યાએ ‘હિન્દુ’ એવા શબ્દનો ઉલ્લેખ જ નથી એ વાતથી સાબીત થાય છે કે, સંપૂર્ણ માનવ જાતના કલ્યાણ માટે આ ગ્રંથ લખાયેલો છે. કેન્દ્ર સરકાર દ્વારા એવો નિર્દેશ અપાવા જઈ રહ્યો છે કે ગીતા ફરજીયાત શૈક્ષણીક સંસ્થાઓમાં રાખવો જ એનો મતલબ જ એવા છે કે આપણે મૂલ્ય અને સશિક્ષણ આપવું છે માત્ર સાક્ષર ઉભા નથક્ષ કરવા આ સાથે ચરિત્ર નિર્માણનો પણ અનેરો પ્રયાસ છે. જયારે ગીતાને રાષ્ટ્રીય ગંથ બનાવવાની વાત ચલી ત્યારે પણ મે બહુ જ વિનમ્રતાથી કહ્યું હતુ કે ગીતા માત્ર રાષ્ટ્રીય ગ્રંથ નથી કે માત્ર હિન્દુઓનો ગ્રંથ નથી એ એક વૈશ્ર્વીક ગ્રંથ છે. અને સમગ્ર વિશ્ર્વનો માનવતાનું કલ્યાણ થાય એવી વાતો તેમાં દર્શાવામાં આવી છે. જયારે બ્રિટન અને યુરોપના દેશેમાં ગીતા અને ઉપનિષદના શ્ર્લોકોનું શિક્ષણ આપવામાં આવે છે. તથા તેનો સારી રીતે શ્ર્લોક બોલી શકે છે. ભારતીય લોકો અને બાળકો આ વસ્તુ નથી કરી શકતા ત્યારે એવું કહી શકાય કે આવનારી પેઢીને આપણે ઉતમ વારસાથી વંચીત કરી રહ્યા છીએ આ બાબતને કારણે જ હું શિક્ષણમાં ભાગવત ગીતા ફરજીયાત પણે સમાવવાના નિર્ણયને વધાવુ છું.

ભાઇશ્રીની કથામા ભાવિકો માટે આયોજક ટીમ દ્વારા ઉત્તમ વ્યવસ્થા

પંચનાથ ટ્રસ્ટ આયોજીત ભાઇશ્રીની કથાની વ્યવસ્થા અંગે મહાપ્રસાદ વિભાગના જેષ્ટારામભાઇ સતવાણીએ જણાવ્યું હતું કુ અહીંૅથા કુલ ૨૨ કાઉન્ટર રાખવામાં આવ્યા છે. અને ૧૦૦ જેટલા કાર્યકરો વ્યવસ્થા સંભાળી રહ્યા છે. રસોડામાં કુલ ૨૦ મોટા ચુલા રાખવામાં આવ્યા છે. જેમાં લાકડા ઉપર રસોઇ કરવામાં આવે છે. અને દરરોજ ૧૫૦૦૦ થી ૧૭૦૦૦ લોકો મહાપ્રસાદ લઇ રહ્યા છે. તથા રસોઇ માટે ૨૦૦ થી વધુ લોકો રાખવામાં આવ્યો છે. પ્રસાદનો વેડફાટ ન થાય તે માટે પણ પુરેપુરી તકેદારી રાખવામાં આવે છે.

છાશ વિતરણ સંભાળતા માલધારી સમાજના અગ્રણી ખીમાભાઇ જોગરાણાએ જણાવ્યું હતું કે અહીંયા ભરવાડ સમાજ દ્વારા છાશ વિતરણ કરવામાં આવી રહ્યું છે. તેમાં સમગ્ર માલધારી સમાજના લોકો તન મન અને ધનથી સહયોગ આપી આ સેવા કાર્ય કરી રહ્યા છે. પંચનાથ ટ્રસ્ટના કાર્યરર વિક્રમ પુજારાએ જણાવ્યું હતું કે અહિં કથા સાથે મહાપ્રસદનું પણ અયોજન કરવામાં આવ્યું છે.

અહીં લોકોને એકદમ રાહત દરે સારવાર મળી શકે તે માટે હોસ્પિટલ બનાવવામાં આવી રહી છે. આ એક પ્રજાહિતનું કાર્ય છે  તો આ કાર્યને સફળ બનાવવા તમે તમારી અનુકુળતા મુજબ અહીંયા દાન કરો તથા તમારા જે સંબંધીઓ એન.આર.આઇ. છે તેમણે પણ આ બાબતે જાણ કરો તો તેઓ પણ તેમની અનુકુળતા મુજબ દાન આપી આ સેવા કાર્યમાં સહભાગી બની શકે છે.

આયોજક દેવાંગ માંકડે જણાવ્યું હતું કે તદન રાહત દરે લોકોને સારવાર મળી શકે તે માટે હોસ્પિટલ બનાવવા જઇ રહ્યા છીએ જેના લાભાર્થે આ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છું. ત્યારે આ હોસ્૫િટલ ૬૦ બેડની ઓર્થોપેડીટ હોસ્પિટલ છે. વધુમાં દેવાંગભાઇએ અબતક નો આભાર માનતા જણાવ્યું હતું કે અબતક મીડીયાએ અમોને સંપૂર્ણ રીતે મદદકરી તે તથા અમારી દરેક વાતને રાજકોટની જનતા સુધી પહોંચાડી છે. કથા સાંભળવા આવેલા ભાવિકોએ જણાવ્યું હતું કે આયોજન ખુબ સારુ કરવામાં આવ્યું છે. કોઇ પણ મુશ્કેલીઓ ન આવે તે માટેની સંપૂણ તકેદારીઓ રાખવામાં આવીછે. આ સપ્તાહમાં બપોરે ભાઇશ્રી રમેશભાઇ ઓઝા તથા કિર્તિદાન ગઢવીની હાજરીમાં કૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો. જેમાં રાસ ગરબાની રમઝટ જામી હતી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.