Abtak Media Google News

ભરત બારીયા, અક્ષય પટેલ, અને શિતલ પટેલ સહિતના કલાકારો ‘અબતક’ની મુલાકાતે

પંચનાથ મહાદેવ સાર્વજનીક ટ્રસ્ટ આયોજીત ભાઇશ્રીની ભાગવત કથામાં આજે આતરરાષ્ઠ્રીય ખ્યાતિ મેળવનાર કલાકાર ભરત બારીયા તથા અક્ષય પટેલ  શીવ તાંડવ અને શીવ ભજન રજુ કરશે. જયારે શિતલ બારોટ અને અમીષા બારોટ શીવલીલા નૃત્યનાટીકા રજુ કરશે આ ઉ૫રાંત વોટર ડાન્સ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.

ભરત બારીયા અને અક્ષય પટેલ ભરતનાટયમ, કથ્થકલી, કુચુપીડી માશલ આર્ટસ સાઉથ કેરાલાનું કલરી પાઇટું, ક્ધટેમપરેરી નૃત્યો અને કશ્મીરથી ક્ધયાકુમારીના બધાં જ લોકનૃત્યોમાં પારંગત છે. તેઓએ દેશ-વિદેશ ની ઘણી બધી યુનિવસીર્ટીઓમૌ વર્કશોપ- સેનીમાર યોજેલા છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સામે અને ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ અને અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બિલ કિલન્ટન સામે નૃત્યો રજુ કરેલ છે. અને સન્માન મેળવેલા છે. ગુજરાત સરકાર તરફથી ગુજરાત ગૌરવ પુરસ્કાર પ્રતિષ્ઠિત એવોર્ડ અને અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશન અમદાવાદના મેયર અસિત વોરા તરફથી જાહેર નાગરીક સન્માન પણ પ્રાપ્ત કરેલ છે.

બંને કલાકારોએ લિમ્બા બુક ઓફ રેકોર્ડમાં એક સ્ટેજ ઉપર ૨૦૦૦ બાળકો સાથે પર્ફોમન્સ આપી પોતાનું આગવું સ્થાન મેળવેલ છે.

ગુજરાતના સપરસ્ટાર કહેવાતા ભરત બારીયાએ કુલ ૨૦૦૦ જેટલી વિડીયો સી.ડી.  આલ્મબમાં એકટીંગ અને નૃત્ય દ્વારા પોતાની કળાનો પરીચય કરાવ્યો છે અને તેમને ઘણા ગુજરાતી પિકચરમાં મુખ્ય અભિનેતાની ભૂમિકા પણ કરેલ છે.

કાર્યક્રમમાં શિવલીલા નું અદભુત રીતે શિવજીની બધી જ અલગ અલગ લીલાઓને વણી લઇ એક નૃત્ય નાટીકાની રચના કરેલ છે. જેમાં શાસ્ત્રીય નૃત્ય તથા લોકનૃત્યનો સમન્વય કરી શિવ વિવાહ, અર્ંધનારીશ્ર્વર સ્ત્રોત્ર, પંચશ્ર્લોક, પ્રસંગ ગોપેશ્ર્વર મહાદેવનો પ્રસંગ તેમજ શિવજીના કૃષ્ણ દર્શન તેમ અલગ અલગ ‚પોનું ખુબ જ સુંદર રીતે વર્ણન કરી આ શિવલીલાને નૃત્યમાં વણી લીધું છે.

શિતલ બારોટ અને અમીષા બારોટ દ્વારા આ નૃત્યનાટીકા ને દિગ્દર્શીત કરવામાં આવી છે. અલંકૃતિ કલા અકાદમી દ્વારા ભારતભરમાં ઘણા શાસ્ત્રીય નૃત્ય તથ્થ લોકનૃત્યના કાર્યક્રમો આપવામાં આવે છે અને સંસ્કૃતિ તથા વારસાને સાચવી રાખવાનો અથાગ પ્રયાસ કરી રહ્યા છીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.