Abtak Media Google News

એકેડમીએ ગ્રુપ ડાન્સમાં પ્રથમ તેમજ ડયુએટ અને સોલો કામ્પિટિશનમાં તૃતિય ક્રમાંક મેળવ્યો

ઓલ ઈન્ડિયા ડાન્સ ચેમ્પીયનશીપમાં બીયોન્ડ ડાન્સ એકેડમીએ પોતાનો દબદબો બનાવ્યો છે. એકેડેમીના બાળકોએ ગ્રુપ ડાન્સમાં પ્રથમ નંબર હાંસલ કર્યો હતો ઉપરાંત ડયુએટ અને સોલો કોમ્પીટીશનમાં તૃતિય ક્રમાંક મેળવ્યો હતો.

આ અંગે વિસ્તૃત વિગત આપવા બીયોન્ડ ડાન્સ એકેડમીના પારસ પીઠડીયા તેમજ બાળકોએ અબતકની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

તાજેતરમાં ઓલ ઈન્ડિયા ડાન્સ કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૧૬ શહેરોમાંથી ૮૦૦ જેટલા ડાન્સરોએ ભાગ લીધો હતો. આ ડાન્સરો પૈકી ૭૪ ફાઈનલ રાઉન્ડમાં પ્રવેશ્યા હતા.

ચેમ્પીયનશીપમાં રાજકોટ ની બીયોન્ડ ડાન્સ ચેકેડમીના બાળકોએ ભાગ લઈને ઉત્કૃષ્ઠ પ્રદર્શન કર્યું હતું. જેમાં એકેડમીના બાળકોએ ગ્રુપ કેટેગરીમાં પ્રથમ, ડયુએટમાં તૃતીય તેમજ સોલોમાં તૃતીય ક્રમાંક મેળવીને રાજકોટનું ગૌરવ વધાર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.