Abtak Media Google News

સરકારની પોતાની મર્યાદા હોય છે, જયારે સાધુ-સંતો આવી સીમાઓથી ઉપર હોય છે: મોહન ભાગવત

અયોધ્યામાં રામમંદિર કોઈપણ ભોગે બનાવવામાં આવશે તેવું નિવેદન સંઘના વડા મોહન ભાગવતે આપ્યું છે. તેમણે કહ્યું છે કે, સરકારની પોતાની મર્યાદા હોય છે. જયારે સાધુ-સંત આવી સિમાઓથી ઉપર હોય છે. મોહન ભાગવતના આ નિવેદનથી આગામી ચૂંટણીઓમાં પણ રામમંદિરનો મુદ્દો મુખ્ય સ્થાને રહેશે તેવું ફલીત થઈ રહ્યું છે.

મોહન ભાગવતે કહ્યું છે કે અયોધ્યામાં રામ મંદિર બનાવાનો વિપક્ષ પણ વિરોધ નહીં કરી શકે. સંઘ સુપ્રીમોએ કહ્યું કે રામ દેશના મોટાભાગની જનસંખ્યાના ઇષ્ટદેવ છે. જેના કારણે તેનો વિરોધ કોઇપણ પક્ષ કરી શકે તેમ નથી.

સંઘના અધ્યક્ષ મોહન ભાગવત પતંજલિ યોગપીઠમાં સંઘના સાધુ સ્વાધ્યાય સંગમ કાર્યક્રમને સંબોધન કરતા કહ્યું રામ મંદિર નિર્માણ પ્રત્યે સંઘ અને ભાજપની પ્રતિબધ્ધતા જાહેર કરી.

તેની સાથે જ મોહન ભાગવતે કહ્યું કેટલાક કાર્ય કરવામાં થોડો સમય લાગતો હોય છે. મોહન ભાગવતે જણાવ્યું કે કેટલાક કાર્ય ઝડપી થઇ જતાં હોય છે જ્યારે કેટલાક કામોમાં થોડો સમય લાગે છે. કેટલાક કામકાજ થઇ શકતા જ નથી કારણ કે સરકારે શિસ્તમાં રહીને કાર્ય કરવુ પડતું હોય છે.

સરકારની પોતાની એક સીમા હોય છે. સંઘ પ્રમુખે કહ્યું કે જ્યારે સાધુ અને સંત આવી સીમાઓથી ઉપર હોય છે તેમણે ધર્મ, દેશ અને સમાજના ઉતન માટે કામકાજ કરવાનું હોય છે. સંઘ પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે વિપક્ષી દળ પણ અયોધ્યામાં રામ મંદિરનો ખોલીને વિરોધ કરી શકે તેમ નથી, કારણ કે વિપક્ષને પણ ખબર છે કે ભગવાન રામ ઘણાબધા ભારતીયોના ઇષ્ટદેવ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.