ખબરદાર જો શહેરમાં અવાજનું પ્રદુષણ વધાર્યુ છે તો: પોલીસ કમિશ્ર્નરનું જાહેરનામું

નિયત માત્રાથી વધુ અવાજનું પ્રદુષણ ફેલાવાશે તો ગુનો બનશે: હથિયારબંધીનું પણ જાહેરનામું અમલી બનાવાયું

નવરાત્રી, લગ્નપ્રસંગો અને દિવાળીનાં તહેવારો દરમિયાન અવાજનું પ્રદુષણ ફેલાવતું અટકાવવા શહેર પોલીસ કમિશ્ર્નરે એક જાહેર નામું બહાર પાડયું છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ શહેરમાં કોઇપણ પ્રકારની જાહેર સુલેહ શાંતિનો ભંગ ન થાય અને જાહેર શાંતી જળવાઇ રહે તે માટે નિયમોને આધિન રહીને દરેક માઇક સીસ્ટમ વાળાઓ અવાજના પ્રદુષણને અટકાવે તે માટે સુપ્રિમ કોર્ટના વખતો વખતના ચુકાદાને નિર્દેશો મુજબ ધ્વનિ પ્રદૂષણ નિયમો-૨૦૦૦ અન્વયે ધ્વનીની માત્રાના ધોરણો નક્કી કરવામાં આવેલ છે તેનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. ધ્વનીની માત્રાના ધોરણો નીચે મુજબ છે.  મનોજ અગ્રવાલ, પોલીસ કમિશ્નર, રાજકોટ શહેરે એક જાહેરનામું પ્રસિધ્ધ કરી અવાજનું પ્રદૂષણ ફેલાવવા પર પ્રતિબંધ મુકેલ છે.

સામાન્ય રીતે દિવાળીના ફટાકડા ફુટવાના કારણે અને નવરાત્રીના તહેવારો દરમ્યાન તેમજ લગ્ન પ્રસંગો અને મેળાવડા દરમ્યાન લાઉડ સ્પીકર, ડ્રમ, પબ્લીક એડ્રેસ સીસ્ટમના ઉપયોગથી ધ્વનિ પ્રદૂષણ ફેલાતુ જોવા મળે છે તેમજ રહેણાંક વિસ્તારમાં થઇ રહેલ ઔદ્યોગિક પ્રવૃતિ, વાહનોની અવર-જવર તેમજ હોર્ન વગાડવાના કારણે તેમજ બાંધકામ દરમ્યાન ઉપયોગમાં લેવાતા સાધનોના કારણે ધ્વનિ પ્રદૂષણ ફેલાતું જોવા મળે છે. આ હુકમ રાજકોટ શહેર પોલીસ કમિશ્નર  વિસ્તારમાં તા.૩૧-૧૨-૨૦૨૦ સુધી અમલમાં રહેશે ભંગ કરનાર શિક્ષાને પાત્ર ઠરશે તેવું જાહેરનામમાં જણાવાયું છે.

હથિયારબંધી

રાજકોટ શહેરમાં કોઇપણ પ્રકારની સુલેહ શાંતિનો ભંગ ન થાય, જાહેર સલામતી અને કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે રાજકોટ પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે રાજકોટ શહેર પોલીસ કમિશનર  વિસ્તારમાં એક હુકમ પ્રસિધ્ધ કરી તા. ૩૧-૧૨-૨૦૨૦ સુધી નીચે દર્શાવ્યા મુજબના કૃત્યો કરવાની મનાઇ ફરમાવી છે.

હથિયાર, તલવાર, ભાલા, બંદુક, છરી, લાકડી કે લાઠી, શસ્ત્રો, સળગતી મશાલ, બીજા હથિયારો કે જેના વડે શારીરિક ઇજા કરી શકાય તે સાથે રાખી ફરવા પર, પથ્થરો અથવા ફેકી શકાય તેવી બીજી વસ્તુઓ અથવા તેવી વસ્તુઓ ફેકવા પર કે ધકેલવા પર, સાધનો લઇ જવા, એકઠા કરવા તેમજ તૈયાર કરવા પર, મનુષ્યો, શબો, આકૃતિઓ અને પુતળા બાળવા તથા ફાસી આપવા પર, પ્રાઇવેટ સિકયુરટીના સંચાલક કે કર્મચારીએ પોતાની ફરજ સિવાયના સમયે હથિયાર રાખવા પર અને બીજા કોઇ સ્ફોટક પદાર્થો લઇ જવા પર, અથવા જાહેરમાં અન્ય લોકોને ત્રાસ થાય તે રીતે બુમો પડવા ગીતો ગાવા કે વાદ્યો વગાડવા પર પર પ્રતિબંધ મુકયો છે. પોલીસ કમિશ્નર, રાજકોટ શહેરની હકુમત હેઠળના સમગ્ર વિસ્તાર પર આ પ્રતિબંધ લાગુ પડશે. આ પ્રતિબંધ અધિકૃત પરવાનગી ધરાવનારાઓને લાગુ નહિ પડે. અન્યો સામે પ્રતિબંધનો ભંગ થવા બદલ શિક્ષાત્મક પગલા લેવામાં આવશે.