Abtak Media Google News

નવરાત્રી એટલે નવરાત્રીનો સમુહ એવો શાબ્દીક અર્થ થાય નવરાત્રી દરમિયાન નવરાત અને દશ દિવસ જગદંબાના નવ સ્વ‚પોનું પૂજન અર્ચન કરવામાં આવે છે. ગઈકાલથી જ નવરાત્રીનો મંગલ પ્રારંભ થઈ ચૂકયો છે. આપણે ત્યાં નવરાત્રીની વિવિધ રીતે ઉજવણી કરવામાં આવે છે. હાલના સમયની વાત કરીએ તો યુવાનો યુવતીઓ અર્વાચીન ગરબા તરફ વધુ વળ્યા છે. આમ છતાં રાજકોટમાં ચોકે ચોકે ૫૦૦૦ જેટલી નાની મોટી પ્રાચીન રાસ ગરબીઓ થાય છે. તેના પરથી સાબિત થાય છે કે હજુ પરંપરાગત ગરબીનું મહત્વ અકબંધ છે. ત્યારે રાજકોટમાં કોટેચા ચોકમાં થતી નવર્દુગા ગરબી, ધોળકીયા સ્કુલની ગરબીનો રંગે ચંગે પ્રારંભ થયો હતો નાની બાળાઓ નિ:સ્વાર્થ ભાવે માં જગદંબાની આરાધના કરી ગરબાની રમઝટ બોલાવી હતી.ધોળકીયા ગરબી મંડળ અને સ્કુલના પ્રીન્સીપાલ કૃષ્ણકાંત ધોળકીયાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે ધોળકીયા સ્કુલ જેમ શ્રેષ્ઠ શિક્ષણ માટે પ્રખ્યાત છે. તેમ આપણી સંસ્કૃતિનું પણ જતન થાય અને આપણા બાળકો આપણી પ્રાચીન સંસ્કૃતિને માણે એ માટે થઈ છેલ્લા પાંચ વર્ષ થયા અમે જાહેર જનતા લાભ લઈ શકે તે માટે જાહેર ચોકમાં પ્રાચીન નવરાત્રી મહોત્સવ ઉજવીએ છીએ રાજકોટમાં અનેક ગરબીઓ થાય છે. અને આ બધી જ ગરબીઓ પોતાની રીતે સંસ્કૃતિનું જતન કરે છે. અને અમારે ત્યાં સ્કુલની ૩૫૦ જેટલી દીકરીઓ ૫૫ જેટલા જુદા જુદા રાસ તૈયાર કરી રોજ નીત નવીન રાસ આપી માર્ંની ભકિત આરાધના શકિત મેળવવાનો પ્રયત્ન કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.