પુરુષોમાં ૧૯૭૦ થી ૧૯૮૦ના ગાળામાં સ્લીવલેસ અને જેકેટ્સનો ક્રેઝ આસમાન પર હતો

368

ઍથ્લીટ્સમાં આ પ્રકારના ક્લોથિંગનું ચલણ આજે પણ વધારે છે

મહિલાઓમાં કોમન જોવા મળતી આ સ્ટાઇલને પુરુષો જો પહેરે અને બરાબર ધ્યાન ન રાખે તો ફેશન-ડિઝેસ્ટર બની શકે છે. અને ઍથ્લીટ દ્વારા વધુ પસંદ કરાતાં સ્લીવલેસ જેકેટ્સ, કે શર્ટ્સ ક્યારે સ્માર્ટ લાગે અને એમાં કેવી ભૂલો ટાળવી એ જાણી લો

પુરુષોમાં ૧૯૭૦ થી ૧૯૮૦ના ગાળામાં સ્લીવલેસ અને જેકેટ્સનો ક્રેઝ આસમાન પર હતો. એ પછી ધીમે-ધીમે એની ડિમાન્ડ ઘટી. એ પછી ફરી અત્યારે અમુક પ્રકારના લોકો સ્લીવલેસ જેકેટ્સ અને પોતાના વોર્ડરોબમાં મસ્ટ હેવ ગણવા માંડ્યા છે. અને ઍથ્લીટ્સમાં આ પ્રકારના ક્લોધિંગનું ચલણ આજે પણ વધારે છે. પોતે બનાવેલી બોડીને શો ઑફ કરવાના પર્પઝી પુરુષો સ્લીવલેસ જેકેટ કે પહેરતા હોય છે. કમ્ફર્ટની દૃષ્ટિએ પણ એ બહેતરીન આઉટફિટ છે એમાં શંકાને સન ની. પ્રોપર ચોકસાઈ સો જો સ્લીવલેસ પહેરવામાં આવે તો પુરુષોમાં કેઝ્યુઅલ ડ્રેસિંગમાં બેસ્ટ સ્ટાઇલ સ્ટેટમેન્ટ બની શકે છે. પરંતુ સો એ પણ એટલું જ સાચું છે કે સ્લીવલેસ પહેરતી વખતે તમારી કે અન્ય હાઇજીનનું ધ્યાન ન રાખવામાં આવે તો બહુ મોટું ફેશન-બ્લન્ડર પણ તાં વાર નહીં લાગે. પોતાની પર્સનાલિટી પ્રમાણે સ્લીવલેસ પહેરવામાં પુરુષોએ શું ધ્યાન રાખવું એ જાણીએ આજે.

સ્લીવલેસ ટોપનો પ્રકાર

કેટલાંક ટોપ સેપરેટલી પહેરવા માટે હોય છે, જ્યારે કેટલાંક ઇનરવેઅર તરીકે ઉપયોગમાં આવે છે. જેમ કે ગંજી અંદર પહેરવામાં આવે છે, પરંતુ અત્યારે કેટલીક સ્ટાઇલિશ ગંજીઓ માર્કેટમાં અવેલેબલ છે જે જિમ કે એક્સરસાઇઝ દરમ્યાન સેપરેટલી પણ પહેરો તો સારો લુક આપે છે. મોટે ભાગે ઇનરવેઅર તરીકે ગંજી પહેરીને એના પર જેકેટ પહેરો તો કેઝ્યુઅલ લુક આપે છે. યાદ રહે કે મોટે ભાગે સોલોવેઅર તરીકે જે પણ સ્લીવલેસ કે ગંજી ફોર્મેટનાં ટી હોય છે એનું મટીરિયલ જાડું હોય છે અને ગ્રાફિક ડિઝાઇનવાળાં હોય છે.

તમારી બોડી ટાઈપ જાણો

સ્લીવલેસ પહેલાં તમારા શરીરનો પ્રકાર કેવો છે એ જાણી લેવો, એ પછી જ આગળ વધવું. તમારી સ્લીવલેસ સૂટ શે જ એ જરી ની. સૂટ નહીં તું હોય તો પણ જો તમે એ પહેરશો તો તમે ચોક્કસ હાંસીનું પાત્ર જ બની રહેશો. જેનો બાંધો મજબૂત છે અને દ્વારા મસલ્સ બનાવ્યા છે એ જો સ્કિનટાઇટ સ્લીવલેસ અવા સ્લીવલેસ જેકેટ પણ પહેરેશે તો બહુ જ સારો લુક મળશે. આમ તો આ પ્રકારનું ક્લોધિંગ ઍથ્લેટિક બોડી માટે શ્રેષ્ઠ છે, પરંતુ માનો કે તમારી બોડી એ પ્રકારની ની તો પણ તમે ોડીક કાળજી સો સ્લીવલેસ પહેરી શકો છો.

એમાં બે કાળજી રાખવાની. એક તો તમે જે પણ કે જેકેટ કે કેઝ્યુઅલ શર્ટ લો એનું મટીરિયલ સહેજ જાડું હોવું જોઈએ અને એ સ્કિનટાઇટ ન હોવું જોઈએ. તેમ જ એની નેકલાઇન કાં તો રાઉન્ડ શેપની કાં તો ચાઇનીઝ કોલર હોવા જોઈએ. વી નેક તમારા પર જરાય સૂટ નહીં હોય, કારણ કે એમાં ફ્રન્ટ બોડીનો સારોએવો ભાગ ઓપન રહેતો હોય છે જે પાતળો બાંધો ધરાવતા પુરુષોને ની સારો લાગતો. બને ત્યાં સુધી કસાયેલો બાંધો ધરાવતા લોકોએ જ સ્લીવલેસ પહેરવાનો આગ્રહ રાખવો. જેઓ હજી પાતળા છે તેઓ કસરત અને પ્રોપર ડાયટ દ્વારા પોતાના શરીરને ચુસ્ત બનાવીને પછી આ પ્રકારનું ડ્રેસિંગ કરી શકે છે.

બોટમમાં શું પહેરવું?

પ્લેન ચિનોઝ, જીન્સ, ટ્રેક પેન્ટ્સ અવા શોટ્ર્સ પહેરીને ઉપર સ્લીવલેસ ટોપ પહેરશો તો સારું જ લાગશે. ફોર્મલ પેન્ટ સો આ પ્રકારનાં જરાય સારાં નહીં લાગે. કમસે કમ આ આઉટફિટમાં સેમીફોર્મલ લુકની ટ્રાય ન કરવી. સ્લીવલેસ કે શર્ટને ક્યારેય ફોર્મલ સો મિસમેચ ન કરવું એ જ યોગ્ય છે, નહીં તો એ તમારા લુકને એકદમ ફની બનાવી દેશે. બીજું એ કે બોટમમાં સ્લીવલેસ સો પ્રિન્ટેડ બોટમ સારાં ની લાગતાં. સ્લીવલેસ પોતે જ ફન્કી લુક માટેનું ડ્રેસિંગ છે. એને વધુ ફન્કી બનાવવા માટે બિનજ‚રી ગતકડાં તમારા લુકને ફન્કી નહીં પણ ફની બનાવી દેશે.

પર્સનલ હાઇજીન જruરી

જ્યારે પણ તમે સ્લીવલેસ પહેરો છો ત્યારે તમે તમારા શરીરના અમુક હિસ્સાને રિવીલ કરો છો એટલે તમારા ઓવરઑલ હાઇજીન પર ધ્યાન હોવું જરૂરી છે. જેમ કે સ્લીવલેસ પહેરશો ત્યારે તમારા પસીનાની દુર્ગંધ સીધી લોકોને આવી શકે છે એટલે અન્ડરઆમ્ર્સની સ્વચ્છતા પર વિશેષ કાળજી રાખવી એ સ્લીવલેસ પહેરતા લોકો માટે પહેલી શરત છે.

પ્રોપર ક્લીનિંગ અને ડીઓડરન્ટનો ઉપયોગ કરીને તમારા સ્ટાઇલિંગને તમે વધુ સારી રીતે લોકો સમક્ષ પ્રસ્તુત કરી શકશો.

Loading...