Abtak Media Google News

ઘોઘા- દહેજ રો-રો ફેરી સર્વિસ બાદ હવે કેન્દ્ર સરકાર દ્વારા દમણ અને દીવ વચ્ચે પણ રો-રો ફેરી સર્વિસ શરૂ કરવામાં આવનાર છે. શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ ફેરી સર્વિસ માટે ટેન્ડરો બહાર પાડ્યા છે. આ માત્ર પેસેન્જર ફેરી સર્વિસ રહેશે.

જેમાં બેસીને દમણથી દીવ જઇ શકાશે. કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું કે દમણથી દીવ જવા માટે હાલ રોડ માર્ગે 615 કિલોમીટર એટલે કે 10 કલાકની મુસાફરી થાય છે જે અંતર ઘટીને માત્ર 196 કિલોમીટર થશે. જળ માર્ગે માત્ર 2 કલાકમાં દમણથી દીવ પહોંચી શકાશે. નાગરિકોને સમયની સાથે ઇંધણની પણ બચત થઇ શકશે. સાથે સ્થાનિક રોજગારીને પણ વેગ મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.