Abtak Media Google News

સામાન્યથી લઈ ગંભીર રોગોની નિ:શુલ્ક સારવાર નિદાન

લોકો ખાનગી હોસ્પિટલમાં તગડી ફી ચૂકવી બીએચએમએસની સેવા લ્યે છે જયારે આરોગ્ય કેન્દ્રમાં વિનામૂલ્યે એમબીબીએસની સેવા મળે

આરોગ્ય કેન્દ્ર કે જયાં લોકોને થતા સામાન્ય રોગ જેવા કે તાવ, શરદી, ઝાડા-ઉલ્ટી વગેરે જેવા રોગોથી લઈ તમામ રોગોનું નિવારણ મળી રહે છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કુલ ૨૧ આરોગ્ય કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. આરોગ્ય કેન્દ્રોમાં સામાન્ય વર્ગના લોકોથી લઈને ઉચ્ચ વર્ગના લોકો પણ સારવાર અર્થે આવે છે. આરોગ્ય કેન્દ્રમાં તેમના રોગોનું ઈલાજ કરવામાં આવે છે અને વિનામુલ્યે તેમને દવા પણ આપવામાં આવે છે. દરેક આરોગ્ય કેન્દ્રમાં સગર્ભા સ્ત્રીઓની પુરતી કાળજી લેવામાં આવે છે તેમને જ‚રી દવા, ઈન્જેકશન, રીપોર્ટ વગેરે સમયે સમયે કરવામાં આવે છે. આરોગ્ય કેન્દ્રમાં ઓ.પી.ડી.નો સમય સોમવારથી શનિવાર સવારે ૮:૩૦ થી ૧૨:૩૦નો અને સોમવારથી શુક્રવાર સાંજે ૩:૩૦ થી ૬:૩૦નો છે.

શહેરી આરોગ્ય કેન્દ્રના તબીબ ડો.મૌલી ગણાત્રા, ડો.વિજય ભાડુકિયા, ડો.અશોક ભટ્ટ, ડો.મિલન પંડયાએ ‘અબતક’ સાથે મુલાકાત દરમિયાન જણાવ્યું કે, આરોગ્ય કેન્દ્રમાં સામાન્ય રોગો જેવા કે તાવ, ઝાડા-ઉલ્ટી વગેરે જેવા રોગોના ઈલાજ વિનામુલ્યે કરવામાં આવે છે. કેન્દ્રમાં દરરોજના ૧૫૦થી વધુ લોકો સારવાર અર્થે આવે છે. દર્દીને આપવામાં આવતી બધી જ દવાઓ કેન્દ્રમાંથી જ આપવામાં આવે છે. દરેક કેન્દ્રમાં ૩ મહિના સુધી ચાલી શકે તેટલો સ્ટોક ઉપલબ્ધ હોય છે.

દવાઓ પુરી થઈ જાય કે વધુ દવાઓની જ‚ર હોય ત્યારે તેઓ જીએમએસસીએલ (ગુજરાત મેડીકલ સર્વિસીસ કોર્પોરેશન લિમીટેડ)માંથી મંગાવવામાં આવે છે. દરેક આરોગ્ય કેન્દ્રમાં ૧૫ થી વધુ સ્ટાફ કાર્યરત હોય છે. આરોગ્ય કેન્દ્રમાં ડાયાબિટીસ, લિવર, બ્લડને લગતા રિપોર્ટ કરવામાં આવે છે. દરેક આરોગ્ય કેન્દ્રમાં વિઝિટીંગ ડોકટરો આવે છે.

વધુમાં દરેક કેન્દ્રોમાં સગર્ભા સ્ત્રીઓની સારવાર કરવામાં આવે છે. તેમને મમતાકાર્ડ આપવામાં આવે છે. દરેક કેન્દ્રમાં રસીઓ વેકસિંગ વગેરે આપવામાં આવે છે.

લોકો પ્રાઈવેટમાં જઈને બીએચએમએસ ડોકટરો પાસે સારવાર કરાવા જતા હોય છે. જયારે મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ આરોગ્ય કેન્દ્રમાં એમબીબીએસ ડોકટરો સેવા આપતા હોય છે. તેથી તેમની પાસે સારવાર કરાવવી વધુ યોગ્ય હોય છે અને તે વિનામૂલ્યે સારવાર કરવામાં આવે છે.

વધુમાં નારાયણનગરના આરોગ્ય કેન્દ્રમાં કુપોષિત બાળકો માટે ખાસ સારવાર કરવામાં આવે છે. કુપોષિત બાળકોને એડમિટ કરવા માટે બેડની પણ વ્યવસ્થા છે અને ત્યાં પોષણ યુકત આહાર મળી રહે તે માટે રસોડાની પણ સુવિધા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.