Abtak Media Google News

બે વિદ્યાર્થીઓએ જિલ્લામાં ટોપટેનમાં સ્થાન મેળવ્યું

ગઈકાલે જાહેર થયેલા ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ ના પરિણામ માં ધોરાજી ખાતે આવેલી ડ્રીમ સાયન્સ સ્કૂલ નું ઝળહળતું પરિણામ આવ્યું છે બોર્ડમાં સ્થાન મેળવેલા બે વિદ્યાર્થીઓ ડ્રીમ સ્કૂલના છે બન્ને વિધાર્થી જેમાં ચાંગેલા જાનકી બેન રાકેશ ભાઈ તેમજ માકડીયા આદિત્ય બન્ને વિધાર્થીઓ એ બોર્ડ માં ટોપ સ્થાન પ્રાપ્ત કર્યું છે.આ તકે શાળાના પ્રિન્સિપાલ શ્રી ભરત ભાઈ ચાંડેરા એ જણાવ્યું હતું કે ડ્રીમ સ્કૂલનું રીઝલ્ટ ૯૩%આવેલું છે જેમાં પૂરો શ્રેય મેનેજમેન્ટ અને વિધાર્થીઓ તેમજ વાલીઓ ના ફાળે જાય છે.

દરરોજ નિયમિત અભ્યાસ અને યોગ્ય માર્ગદર્શન તેમજ વિધાર્થીઓને નાનામાં નાની બાબતમાં ધ્યાન આપી યોગ્ય માર્ગદર્શન આપવા માં સંસ્થા હંમેશા વિધાર્થીઓ ને પૂરું પાડે છે જેથી વિધાર્થીઓ પરીક્ષા માં ઝળહળતું પરિણામ લાવી શકે છે આવેલ ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહના પરિણામ માં ધોરાજી ની ડ્રીમ સ્કૂલ ના ૨ વિદ્યાર્થી અને ૧ વિદ્યાર્થીની એ બોર્ડ માં ઝળહળતું પરિણામ મેળવ્યું છે.

તેમાં મીત સાબલે નામના વિદ્યાર્થી એ zeeની પરીક્ષા માં   કેન્દ્ર માં ૮ મો નંબર અને ભારતમાં ૧૩૯ મો નંબર મેળવી શાળાનું ઉપરાંત તેમના પરિવારનું ગૌરવ વધાર્યું છે.તેઓના જણાવ્યા મુજબ તેમના આ પરિણામ પાછળ તેમને કરેલી મહેનત અને વાલી ઉપરાંત શિક્ષકો દ્વારા મળતું માર્ગદર્શન જ જવાબદાર છે ઉપરાંત તેઓ એ કહ્યું હતું કે તેઓ અત્યારે  એડવાન્સ માં પણ ખૂબ જ સારા માર્કે ઉત્તીર્ણ થશે તેઓ તેમને વિશ્વાસ છે.

ધોરાજી ખાતે આવેલી ડ્રીમ સ્કૂલ નો વિદ્યાર્થી આદિત્ય માકડીયા કે જેને બોર્ડના પરિણામમાં ખૂબ જ ઉંચુ સ્થાન મેળવ્યું છે તેમના પિતા ના જણાવ્યા મુજબ તેમના આ પરિણામ માટે તેમને બે વર્ષ દરમિયાન ખૂબ જ મહેનત કરીને તેમને પોતાના પરિવાર તેમજ શાળા નું નામ રોશન કરેલ છે.તેમના પિતા એ જણાવેલ કે તેમના બાળક માટે પસંદ કરેલ શાળા એ તેમના માટે સપના સાકાર કરતી શાળા લાગી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.