Abtak Media Google News

ચહલ એકેડેમીની સફળતાનું એક વર્ષ પૂર્ણ

યુપીએસસી સિવિલ સર્વિસીસની તૈયારી કરાવતી ગુજરાતની હરોળની સંસ્થા ચહલ એકેડેમી પ્રા.લી.ના રાજકોટ સેન્ટરે એક વર્ષ પૂર્ણ કરતા આજે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે ચહલ એકેડેમીના સીએફઓ અને ગુજરાતના ડાયરેકટર શર્વમ દવે ખાસ ઉપસ્થિત રહ્યાં હતા.

ચહલ એકેડેમી (રાજકોટ)ના ડાયરેકટર ડો.નિરવ ભટ્ટ દ્વારા આજની પ્રેસ કોન્ફરન્સમાં એકેડેમીની કામગીરી અંગે સંપૂર્ણ વિગત અપાઈ હતી. સંસ્થા છેલ્લા દસ વર્ષથી કાર્યરત છે.

આ એક અત્યાર સુધીની ગુજરાતની પ્રથમ ઈન્સ્ટિટયુટ છે જેની સમગ્ર દેશમાં ૧૮થી વધુ બ્રાન્ચ છે. હવે નજીકના ભવિષ્યમાં શરૂ થનાર બે કોર્ષ પણ સંસ્થાએ લોન્ચ કર્યા છે. જેમાં ઓનલાઈન લેકચર પણ લેવાશે. જીપીએસસી કલાસ-૧-૨ના તાલીમ વર્ગો શરૂ થશે. આ ઉપરાંત યુપીએસસી, એનડીએ, સીડીએસના તાલીમ વર્ગોનો પણ સમાવેશ થશે.

આજે સંસ્થાને એક વર્ષ પૂર્ણ થતા સંસ્થાની કામગીરી અંગે વિગતો આપવામાં આવી હતી. સંસ્થાન દ્વારા આગામી સમયમાં જાહેર થનારા કોર્ષ અંગે જાણકારી અપાઇ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.