Abtak Media Google News

ચૂંટણી પંચને બસપાએ આપેલી માહિતી મુજબ પાર્ટી પાસે રૂ. ૬૬૯ કરોડની

બેંક બેલેન્સ; સત્તાધારી ભાજપ રૂ. ૮૨ કરોડની બેંક બેલેન્સ સાથે પાંચમા સ્થાને

લોકસભાના મહાપર્વ સમાન લોકસભાની ચૂંટણીના ઉત્સાહજક માહોલ વચ્ચે અત્યારે રાજકીય પક્ષો તનતોડ મહેનત કરી રહ્યા છે. કાર્યકરોને પરસેવો અને પક્ષની તરીજોરીમાથી પૈસાનો વરસાદ થઈ રહ્યો હોય તેવા માહોલમાં જારી થેલા એક અહેવાલમાં દેશના તમામ રાજકીય પક્ષોમાં માયાવતીના બસપા પાસે પક્ષના પ્રતિક એવા હાથી જેવી સૌથી વધુ બેંક બેલેન્સ હોવાનું બહાર આવ્યું છે. પાંચ વર્ષમાં એક વખત આવતી ચૂંટણી વખતે દેશમાં રાજકીય નેતાઓની આવક અને સંપત્તિની ચર્ચાનું વાવાઝોડુ ઉભુ થાય છે. ઉમેદવારોની સંપતિ અને રાજકીય પક્ષોને મળતુ ભંડોળ દેશના આમ નાગરીકો માટે દરેક વખતે આશ્ર્ચર્યજનક જ હોય છે.

બસપાએ ચૂંટણી પંચને આપેલી જાણકારી મુજબ પચ્ચીસ રાજયોમાં આઠ જેટલા અલગ અલગ ખાતાઓમાં
પક્ષના ૬૬૯ કરોડ રૂપીયાની રકમ જમા પડી છે.૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં પક્ષે નિલખાતુબતાવ્યું હતુ પક્ષે ૯૫.૫૪ લાખની રકમ હાથ ઉપર હોવાનું જણાવ્યું છે. સમાજવાદી પાર્ટી બીજા નં. ૪૭૧ કરોડ રૂપીયાની રકમ બેંક ખાતામાં ધરાવતું હોવાનું જાહેર કર્યું છે. મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન અને તેલગાંણા વિધાનસભાની ચૂંટણી વખતે પક્ષ પાસે ૧૧ કરોડ રૂપીયા રાશી હોવાનું જણાવ્યુંં હતુ કોંગ્રેસે ૧૯૬ કરોડના બેંક બેલેન્સ સાથે બીજા ક્રમે મેળવ્યો હતો. શાસકપક્ષ ભાજપ પાસે ૮૨ કરોડ રૂપીયા સાથે પાંચમો નંબર મેળવ્યો છે. તેલગુદેશમ પાર્ટી પાસે ૧૦૭ કરોડ રૂપીયાનું ભંડોળ હોવાનું જાહેર થયું છે.

ભાજપ દ્વારા દર્શાવાયેલી આ રકમ ઈલેકટ્રોલ બોન્ડની સરખામણીમાં ખૂબજ ઓછી છે. ભાજપે ૭૫૮ કરોડ રૂપીયા વાપર્યાનું દર્શાવાયું છે. ૨૦૧૭-૧૮ માં પાર્ટીએ આ આંકડા ૧૦૨૭ કરોડ સુધી ઉંચે લઈ જવાયો છે. મોટાભાગના પક્ષો દ્વારા અનુદાનથી ઉભા કર્યાનો દાવો કર્યો છે. સમાજવાદી પાર્ટીનું ભંડોળ છત્તીસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને તેલંગાણાની ચૂંટણી પછી ૧૧ કરોડ થઈ ગયું હતુ તેની સામે બસપાએ આ ચૂંટણીઓ દરમિયાન ૨૫ કરોડ રૂપીયા ભેગા કર્યા હતા અને પક્ષનુ અનામત ભંડોળ ૬૬૫ થી ૬૭૦ સુધી પહોચ્યો હતો.

આવકવેરા રિટર્નનાં આધારે કરવામાં આવેલા સર્વેમાં ભાજપે ફાળા મારફતે ૨૦૧૬-૧૭માં સૌથી વધુ ૧૦૩૪ કરોડ રૂપીયા ઉભા કર્યા હતા. જયારે ૨૦૧૭-૧૮માં ૧૦૨૭ કરોડ ઉભા કર્યા હતા.બહુજન સમાજ પાર્ટીની આવક ૧૭૪ કરોડથી ૫૨ કરોડ, કોંગ્રેસની આવક ૨૦૧૬-૧૭માં ૨૨૫ કરોડ દર્શાવાય હતી. સીપીએમએ સરેરાશ ૧૦૦ કરોડની આવક આ પક્ષોએ ૮૭% આવક કાર્યકર્તાઓ દ્વારા આપવામાં આવેલા ફાળા દ્વારા થયેલી હોવાનું બતાવવામાં આવ્યું છે. અત્યારે સૌથી વધુ ૬૭૦ કરોડ રૂપીયાનું ભંડોળ બસપાના ખાતામાં હોવાનું જાહેર થયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.