Abtak Media Google News

મહિસાશુર નામક રાક્ષસનો સંહાર કરનારી માઁ દુર્ગાનો નવરાત્રીમાં લોકો પૂર્ણ ભકિતભાવથી ભજતા હોઇ છે.ત્યારે રાજકોટ ખાતે બંગાળી એસોસિ. દ્વારા પંડાલ બનાવી માઁ દુર્ગાની પૂજા અર્ચના  કરતા હોઇ છે. આ પ્રસંગે બંગાળી એસોસીએશનના પ્રમુખ દિલીપ સરકારે ‘અબતક’સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, રાજકોટ બંગાળી એસો. દ્વારા બાલભવન ખાતેનો ૪પમાં દુર્ગા મહોત્સવ છે. જે રાજકોટમાં સર્વ પ્રથમ શરુકરવામાં આવ્યો હતો. જે સાર્વજનીક રીતે ઉત્સવ ઉજવવામાં આવે છે. આઠમના દિવસે માઁ દુર્ગાને સંઘી પૂજા કરવામાં આવે છે. કારણ કે મહીસાસુર નામક દૈત્યને આજે માઁ દુર્ગાના હસ્તે વધ થયો હતો, જેના ઉપલક્ષે સંઘી પૂજા થતી હોઇ છે. જે રોજ બંગાળી લોકો ઉ૫વાસ પણ કરતા હોઇ છે. બંગાળી પરીવારો દેશ-વિદેશમાં રહેતા હોઇ છે. ત્યારે દુર્ગા પૂજાનું માહત્મ પહેલા બંગાળ ખાતે જ રહેતુ પરંતુ બધા જ ભકતજનો પહોંચી ના શકતા ઠેર ઠેર દુર્ગા પૂજાનું આયોજન કરવાનું શરુ થઇ ગયું છે.વિદેશોમાં જેમ કે અમરેકા, લંડન જેવો દેશોમાં પણ દુર્ગા પૂજાનું આયોજક થવા માંડયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.