Abtak Media Google News

‘નર્મદા યાત્રા’ના બાયકોટ બાદ ૧૭મી જુલાઈથી માસ સીએલ પર જવાની ગ્રાન્ટેડ શાળાઓની ચીમકી કામ કરી ગઈ

રાજય સરકાર દ્વારા સાતમા પગાર પંચની ભલામણને ગ્રાન્ટેડ શાળાઓનાં ટીચીંગ અને નોનટીચીંગ સ્ટાફને પગાર વધારાનો લાભ ગત વર્ષ ૨૦૧૬ના ઓગષ્ટથી જ આપવાનો પ્રારંભ કરવામાં આવે તેવું જણાવવામાં આવ્યું છે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા સાતમા પગાર પંચ દ્વારા થયેલ સુચનનો અમલ કરી ગત ઓગષ્ટથીજ આ લાભ આપવાની શ‚આત કરવા જણાવવામાં આવ્યું હતુ.

સરકાર દ્વારા તેમના કર્મચારીઓ ઉપરાંત ગ્રાન્ટેડ સ્કુલના સ્ટાફને પણ ૭માં પગાર પંચ દ્વારા પગાર વધારાનો લાભ આપવા માટે ભલામણ કરવામાં આવ્યા બાદ તે અત્યાર સુધી પેન્ડીંગ રાખવામાં આવી હતી. ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા ગ્રાન્ટેડ શાળાઓ તથા તેમના કર્મચારીઓને આ વળતર હપ્તાઓમાં ચૂકવવા માટે સૂચન કરવામાં આવ્યું હતુ.

અગાઉ ગુજરાત રાજય શિક્ષણ સંસ્થાની કમિટી દ્વારા નર્મદા ઉત્સવના નર્મદા રથ પ્રોગ્રામનો બોયકોટ કરવામાં આવ્યો હતો. ત્યારે આ કમિટીના સભ્ય પંકજ પટેલ દ્વારા ગાંધીનગરમાં રેલી યોજવા માટે પણ જાહેરાત કરવામાં આવી હતી તેમજ ૧૭મી જુલાઈથી ગ્રાન્ટેડ સ્કુલમાં ફરજ બજાવતા મેનેજમેન્ટ ટીચીંગ સ્ટાફ અને એડમિનિસ્ટ્રીવ સ્ટાફ દ્વારા માસ સીએલ માટે જવાની જાહેરાત કરવામાં આવી હતી.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગાંધીનગરમાં ખાસ બેઠક યોજી આ બાબતમાં વધારે પગલાઓ અંગેનો નિર્ણય લેવામાં આવશે તેમ જણાવ્યું હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.