કોરોનાનો ફાયદો: પૃથ્વી ફરતું ઓઝોન પડનું ‘ગાબડુ’ પુરાવા લાગ્યું

77

કોરોનાના ભયના માહોલમાં માનવી માટે રાહતનાં સમાચાર

એક તરફ કોરોનાનો ભય આખા વિશ્ર્વમાં છવાયો છે. અને લોકો પણ રોગચાળાથી બચવા કોશિષ કરી રહ્યા છે ત્યારે આ કોરોના વાયરસના માઠા સમાચાર સાથે સારા સમાચાર એ આવ્યા છે કે પૃથ્વી ફરતે ઓઝોન પડમાં પડેલું ‘ગાબડું’ પૂરાઈ રહ્યું હોવાનાં અહેવાલ બહાર આવ્યા છે. કોરોના ફેલાવાના ડરથી એક તરફ આખી દુનિયામાં લોકડાઉન છે. સડકો પર વાહનોનો ટ્રાફીક નથી, ફેકટરીઓ પણ બંધ છે. ઈમારતો બાંધવાનું પણ બંધ છે અને પ્રદુષણ ફેલાવવાનું કોઈ કામ થતુ નથી.

લોકડાઉનની શરૂઆત અને કરી હતી અને હવે આખી દુનિયામાં તેનો અમલ થઈ રહ્યો છે. કારણ ખરાબ છે. કોરોના વાયરસ પણ હવે તેનો ફાયદો એ થયો છે કે પૃથ્વી ફરતે આવેલા ઓઝોનના પડમાં પડેલુ ગાબડું પૂરાઈ રહ્યું છે. ઓછુ થઈ રહ્યું છે.

યુનિવર્સિટી ઓફ કોલોરેડો બોલ્ડરના સંશોધનમાં એ વાત બહાર આવી છે કે પૃથ્વીના દક્ષિણ ભાગમાં આવેલા એર્ન્ટાટિકા ઉપર ઓઝોનના પડમાં પડેલુ ગાબડુ ભરાઈ રહ્યું છે. કારણ કે ચીન તરફથી જતુ પ્રદુષણ હવે તે તરફ જતુ નથી.

હવે થયું એવુ કે લોકડાઉનથી પ્રદૂષણનું સ્તર ખૂબજ ઘટી ગયું છે. જે અગાઉ ખૂબજ હતુ પૃથ્વી ઉપર ચાલતી જેટ સ્ટ્રીમ એટલે કે એ હવા જે અનેક દેશો ઉપરથી પસાર થાય છે. ઓઝોનના પડમાં ગાબડાને લીધે પૃથ્વીના દક્ષિણ ભાગમાં જતી હતી પણ હવે તે પલ્ટાઈ રહી છે.

યુનિ.ના સંશોધક અંતરા બેનર્જી કહે છે કે અસ્થાયી રૂપે આ બદલાવ આવ્યો છે. પણ તે સારો છે. હાલના સમયમાં ચીનમાં લોક ડાઉન હોવાથી જેટ સ્ટ્રીમ સાચી દિશામાં જાય છે. કાર્બન ડાયોકસાઈડ ઉતજેનમાં ઘટાડો થયો છે. એટલે ઓઝોને પડનું ગાબડુ ભરાઈ રહ્યું છે.

ચીન અગાઉ ઓઝોનમાં ઘટાડા કરતા તત્વને સૌથી મોટા પ્રમાણમાં છોડતું હતુ પણ હવે તે બંધ થયું છે.

૨૦૦૦ પહેલા જેટ સ્ટ્રીમ પૃથ્વી ફરતે જ હતો. પણ બાદમાં તે પૃથ્વીના દક્ષિણ ભાગમાં ગયો હતો અને ઓઝોનના પડમાં ગાબડુ પડયું હતુ જેના લીધે ઓસ્ટ્રેલીયા જેવા દેશોને હવામાનમાં મોટો પલ્ટો આવ્યો અને ત્યાં દુષ્કાળ પડવા લાગ્યો હતો.

અંતરાબેનર્જીએ જોયું કે જેટસ્ટ્રીમનો ફલો સુધરી રહ્યો છે. અને તેના કારણે ઓઝોનનો ઘા (ગાબડુ) પૂરાઈ રહ્યો છે. જો આ રીતે આખી દુનિયા પ્રદુષણ ઘટાડે તો ઓસ્ટ્રેલીયાનું હવામાન પણ સુધરી જાય.

અત્રે એ યાદ આપીએકે દુનિયામાં સૌથા વધુ ઉદ્યોગો ચીનમાં છે અને સૌથી વધુ પ્રદુષણ ફેલાવે છે. જો કે છેલ્લા બે માસથી લોકડાઉનના કારણે પ્રદુષણનું સ્તર ઘટી ગયું છે. અને કેટલાય દેશોનાં હવા અને પાણી શુધ્ધ બની ગયા છે.

જો આખી દુનિયાનું લોકડાઉન પ્રદુષણ ઓછુ કરે તો આગામી સમયમાં પણ તે માનવજાત સમગ્ર સૃષ્ટિ માટે ઉપયોગી બની શકે તેમ છે. આનાથી પૃથ્વીનું ઉષ્ણતામાન પણ ઘટી શકે છે. ગ્લોબલ વોર્મિંગ પણ ઘટે અને ઓઝોન વાયું ઓછા કરતા તત્વો પણ ઓછો ફેલાશે અને પ્રદુષણથી થતા મોતમાં પણ ઘટાડો થશે.

કોરોના વચ્ચે માનવતાની સાડા સાત લાખની ટીપ !!

ફલોરીડામાં એક રેસ્ટોરેન્ટમાં એક ગ્રાહકે ૭.૫ લાખ રૂપિયાની ટીપ આપી હતી તેમ સ્કીલેટસ રેસ્ટોરન્સના માલિક રોસ એડલ્ડે જણાવ્યું હતું. ફલોરીડાના નેપલ્સ ખાતે આવેલા સ્કીલેટસ રેસ્ટોરન્ટના માલિક રોસ એડલ્ડે પોતાના ફેસબૂક પેજ પર આ અંગે જણાવ્યું હતું કે દુનિયામાં ખરેખર અદભુત માણસો છે, આવા ગ્રાહકો અમારા પરિવાર જેવા છે. નેપલ્સ ડેઇલી ન્યુઝ નામના અખબારને એડલ્ડે જણાવ્યું હતું કે કોરોનાના કહેરથી રેસ્ટોરન્ટ બંધ કરવાના ગર્વનરના આદેશ આગલા દિવસે અમારા એક ગ્રાહકે રેસ્ટોરન્ટના મેનેજરને ૧૦ હજાર ડોલરની ટીપ આપી હતી. અમે એ ગ્રાહકનું નામ પણ જાણતા નથી પણ તેને ઓળખવાની કોશિષ કરી રહ્યા છીએ કેટલાય ગ્રાહકો એવા છે જે અમારા મિત્ર જેવા છે. તેની ટેબલ પસંદગી, ઓર્ડર વગેરેની અમને  જાણકારી છે પણ અમે તેને ઓળખતા નથી. રેસ્ટોરન્ટ બંધ થવા અગાઉ ગ્રાહકે આપેલી ૧૦ હજાર ડોલરની ટીપ અમે રેસ્ટોરન્ટના તમામ ર૦ કર્મચારીઓને વહેંચી દીધી હતી. દરેકને પ૦૦ ડોલર મળ્યા હતા. એડલેન્ડ ૧૦ સ્કીલેટસ રેસ્ટોરન્ટ ધરાવે છે અને તેમાં ર૦૦ કર્મચારીઓ કામ કરે છે  હાલ લોક ડાઉનથી ૯૦ ટકા કર્મચારીઓને રજા અપાઇ છે આમ છતાં આઠ રેસ્ટોરન્ટ ચલાવાય છે.

Loading...