બિલખા વિસ્તારમાં ગુજરાત સરકારની આત્મનિર્ભર યોજનાનો લાભ મેળવવા લાભાર્થીઓને વલખા મારવા પડશે

ફોર્મ વિતરણ સમયે જિલ્લા સરકારી બેન્કે યોજના સ્વીકારી ન હોવાનું જણાવ્યું

ગુજરાત સરકાર દ્વારા કોરોના વાઇરસને લઇ આમ જનતાને તેમના નાના ધંધાર્થીઓને રાહત મળે તે હેતુથી આત્મ નિર્ભર યોજનાની જાહેરાત કરેલ જેથી ફરીથી નાના ધંધાને વેગ મળે આ માટે સરકાર દ્વારા રાજયની કુલ ત્રણ બેંકની કુલ નવ હજાર જેટલી શાખાને કામગીરી કરવા જણાવેલ જેમાં ૭૦૦૦ થી વધુ ક્રેડીટ કોપરેટીવ સોસાયટી બેન્ક ૧૪૦૦ જેટલી અર્બન કો. બેંક અને ૧૦૦૦ જેટલી જીલ્લા સહકારી બેંકોને આ યોજનાને વેગ આપવા જણાવેલ ત્યારે જુનાગઢ જીલ્લા સરકારી બેન્કે આ યોજનાને નહી સ્વકારવા નિર્ણય કરેલ ત્યારે બીલખા વિસ્તારમાં જીલ્લા સહકારીની એક જ શાખા હોય આ યોજનાના ફોર્મ કયાંથી મેળવવા તેવા સવાલો ઉઠવા પામ્યા છે.

બીલખાના પ્રતિનિધિએ આ બાબતે બીલખા સહકારી બેન્કની મુલાકાત લીતા જાણવા મળેલ કે આ યોજન વિશે હજુ અમોને કોઇ જાણ નથી. તેમજ જીલ્લા સહકારી બેન્કનાં ભટ્ટ સાથે ફોન પર વાત કરતા જાણવા મળેલ કે આ યોજનાને અમે સ્વીકારે નથી ત્યારે બીલખાની જનતાને આ યોજનાનો લાભ મળે તેવી માંગ ઉઠવા પામી છે. અને આ યોજનાના ફોર્મ વહેલી તકે મળે તેવી બીલખાની જનતાની માંગ છે.

Loading...