Abtak Media Google News

રાજકોટ નાગરિક સહકારી બેન્ક લિ.ની ભાવનગર શાખાનું ગ્રાહક મિલન સંપન્ન

રાજકોટ નાગરિક સહકારી બેન્ક લિ.ની ભાવનગર શાખાનું ગ્રાહક મિલન ભાવનગર ખાતે યોજાયું હતું. સમારોહની વિશેષતા એ હતી કે સન્માનિત ખાતેદારોને તેમના સને જઇ બેન્કનાં પદાધિકારીઓએ સન્માનિત ર્ક્યા હતા.

સન્માનિતમાં સરદાર પટેલ સેવા ટ્રસ્ટ, સુધાબેન પાઠક, અરવિંદભાઇ શાહ, સ્વરા-એ વીંગ ઓનર્સ એસોસીએશન, ગાયત્રી મેડીકલ-કેતનભાઇ ભટ્ટ, મૃદુલાબેન ત્રિવેદી, દુર્ગાદાસભાઇ દવે, ક્રિષા પટેલ, રિનાબા જાડેજા, હરેશભાઇ રાજ્યગુ‚, હરદેવસિંહ જાડેજા, ગીતાબેન પાલા, બીનાબા જાડેજાને સ્મૃતિભેટ આપી સન્માનિત કરાયા હતા.

આ પ્રસંગે મહિલાઓને ર્આકિ પગભર કરતી ‘કલ્પત‚ ધિરાણ યોજના’નાં બે જુ નાગરિક પલાણ પીર મહિલા જુ અને નાગરિક જય અંબે મહિલા જુનાં પ્રમુખ-મંત્રીને બેન્કનાં ચેરમેન, વાઇસ ચેરમેનનાં હસ્તે ચેક એનાયત કરાયો હતો.

નલિનભાઇ વસાએ જણાવ્યું હતું કે, “નાના માણસની મોટી બેન્ક’ એ આ બેન્કનું સૂત્ર રહ્યું છે. સૂત્ર બોલવું એટલું જ  પુરતું ની પરંતુ બેન્કનાં વડિલોએ આ સૂત્ર નક્કી ર્ક્યું એની સો બેન્કનું વિઝન, દિશા નક્કી કરી દીધી. બે શબ્દોનો ઉપયોગ થયો, નાના માણસ બેન્ક. જે કંઇ પોલીસીઓ બને છે એ નાના માણસને ધ્યાનમાં રાખીને બને છે.

આપણી બેન્ક ફક્ત ૮.૨૫ ટકાી હોમ લોન આપે છે જે સમગ્ર ભારતમાં લઘુતમ વ્યાજદર છે. આવી જ રીતે, બેન્ક દ્વારા છેલ્લા અઢી વર્ષી ‘મન્ડે-નો કાર ડે’, દર સોમવારે બેન્કનાં કર્મચારીી લઇ પદાધિકારી સુધી કોઇપણ બેન્કની કે પોતાની કારનો વપરાશ કરતાં ની. સરકાર દ્વારા વિવિધ આવાસ યોજનાઓમાંથી ધિરાણ લેનારાઓ પૈકી મહત્તમ લાભાર્થી આપણી બેન્કનાં છે. બેન્ક નફો કરે છે.

પ્રભારી ડિરેકટર હંસરાજભાઇ ગજેરાએ હાર્દિક આવકાર આપી પ્રાસંગિકમાં જણાવ્યું હતું કે, ‘ફક્ત એક જ વર્ષ જુની શાખાની નોંધપાત્ર પ્રગતિ થઇ છે. શ્રેષ્ઠતમ ગ્રાહક સેવા સો અદ્યતન બેન્કિંગ સુવિધાનો લાભ મેળવો એ જ શુભકામના.’

બેન્કનાં ઇન્ચાર્જ વાઇસ ચેરમેન ટપુભાઇ લીંબાસીયાએ જણાવ્યું હતું કે, ‘આપણી બેન્ક સામાજિક સેવાનાં કાર્યો કરી રહી છે. તેમાં, સૌરાષ્ટ્ર-કચ્છમાં એન્જીનીયરીંગનાં ભણતરની એકપણ કોલેજ નહોતી ત્યારે આપણી બેન્કે પહેલ કરી, માતબર દાન આપી વી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજ શરૂ કરાવી. ત્યારબાદ આર્કિટેક કોલેજ પણ શ‚ કરી. આવી જ રીતે રેસકોર્ષ-૨માં ‘અટલ’ સરોવર માટે રૂ. ૫૧ લાખનો ર્આકિ સહયોગ આપ્યો છે.

વિનોદ શર્માએ જણાવ્યું હતું કે, ‘સૌરાષ્ટ્ર-ક્ચ્છમાં બીસીબીએફની મંજુરી ફક્ત રાજકોટ નાગરિક સહકારી બેન્ક લિ.ને છે  તે અંતર્ગત બીસીબીએફ કાર્યરત છે. ફક્ત ૫૯ સભાસદો અને રૂ. ૪,૮૯૦/-ની શેર મૂડી સાથે શરૂ થયેલી આપણી બેન્ક અત્યારે ૨,૭૯,૧૭૨ સભાસદો, રૂ. ૫૧.૨૨ કરોડની શેર મૂડી, રૂ. ૪,૧૨૭ કરોડની થાપણ, રૂ. ૨,૩૫૬ કરોડનું ધિરાણ અને રૂ.૫૮૩ કરોડનું સ્વ-ભંડોળ ધરાવે છે. મૂડી પર્યાપ્ત રેશિયો ૧૬.૦૭ % છે. યુનિટ બેન્કી શરૂ થયેલી આપણી બેન્કનું ૩૮ શાખા, ૨ એક્સટેન્શન કાઉન્ટર અને ૨ ઓફસાઇટ એટીએમનું વિશાળ નેટવર્ક છે.

આ સમારોહમાં નલિનભાઇ વસા, ટપુભાઇ લીંબાસીયા, હંસરાજભાઇ ગજેરા, હરીભાઇ ડોડીયા, વિનોદ શર્મા, ભાવનગર શાખા વિકાસ સમિતિમાંથી ગીરિશભાઇ શાહ, માનસીંગભાઇ ચૌહાણ, નીતિનભાઇ કણકીયા, શંભુપ્રસાદ જાની, ગીરિશભાઇ ભુત, રજનીકાંત રાયચુરા, મનીશભાઇ શેઠ, ટી. સી. વ્યાસ, જયેશભાઇ છાટપાર, ખુમેશભાઇ ગોસાઇ, નયનભાઇ ટાંક, કિશોરભાઇ મુંગલપરા, જાગૃત કર્મચારી મંડળમાંથી મનસુખભાઇ ગજેરા અને કિરીટભાઇ કાનાબાર, યોગેશભાઇ સાંઇવાલે, આમંત્રિતો અને નાગરિક પરિવારજનો ઉપસ્થત રહ્યા હતા.આ તકે યોગેશભાઇ સાંઇવાલેએ શાખાની વિવિધ આંકડાકીય માહિતી રજુ કરી હતી. આભારદર્શન ગીરિશભાઇ શાહે અને સંચાલન નિશીભાઇ ધોળકીયાએ ર્ક્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.