Abtak Media Google News

ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) સાથે સંલગ્ન સંસ્થાઓ જે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રોબોટિક્સ અને ઓટોમેશન સ્પર્ધાના વિવિધ સ્તરે ભાગ લઈ રહ્યા છે. તે અંતર્ગત રાજકોટની તમામ એન્જિનિયરિંગ કોલેજોમાંથી ફક્ત છ વિર્દ્યાથીઓની પસંદગી પામેલ છે જેમાં મહાત્મા ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટની લાભુભાઈ ત્રિવેદી એન્જિનિયરિંગ કોલેજના મિકેનિકલ બ્રાન્ચ માથી નેના હિરેન, ડોડીયા હાર્દિક, ગજ્જર ગર્વિત, કોમ્પ્યુટર બ્રાન્ચ માંથી જેનીલ બાંભરોલીયા, અક્ષય સરવૈયા, ઉંભડિયા નીતિન અને સિવિલ બ્રાન્ચ માંથી વખારિયા અલી અસગરની પસંદગી ઇ છે. આ તમામ વિર્દ્યાથીઓ જીટીયુ ખાતે દસ દિવસની રોબોટીક્સ વિષય ની ટ્રેનીંગ લેશે અને આવનારા વર્ષ દરમિયાન યોજાનાર વિવિધ કક્ષાની રોબોટિક્સ સ્પર્ધામાં યુનિવર્સિટીને રિપ્રેસેંટ કરશે. આ તકે સંસ્થાના પ્રિન્સિપાલ ડો ભરત રામાણી એ જણાવ્યું હતું કે જીટીયુ દ્વારા થતી ઈતર પ્રવૃત્તિઓ અને વિવિધ અભ્યાસ લક્ષી પ્રવૃત્તિઓમા સંસ્થાનો દરેક વિર્દ્યાથીને પૂરતો સહયોગ છે અને આવનારા ભવિષ્યમાં પણ વધુને વધુ ઉત્તમ સ્કીલ ધરાવતા વિર્દ્યાથીઓ સમાજને મળે તેવો અમારો પ્રયત્ન રહેશે. સંસના સમગ્ર સભ્યોએ  આ તમામ વિર્દ્યાથીઓને શુભેચ્છા પાઠવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.