જૂનાગઢમાં બેલડીની બે લોડેડ પિસ્ટલ સાથે ધરપકડ

જૂનાગઢના સરદારબાગ તથા મધુરમ બાયપાસ રોડ પરથી શરીર સબંધી ગુન્હો કરવાની ફીરાકમાં રહેલ બે ઇસમોને દેશી હાથ બનાવટની ૨ પિસ્ટલ તેમજ જીવતા કાર્ટીસ ૨ તથા ફુટેલ કાર્ટીસ ૧ સાથે જૂનાગઢ એસ.ઓ.જી. એ દબોચી લઇ, ગંભીર ગુન્હો બનતો અટકાવ્યો હતો.

જૂનાગઢ એસ.ઓ.જી.ને બાતમી હકીકત મળેલ કે, મધુરમ ઝાંઝરડા ચોકડી બાયપાસ રોડ ઉપર તથા સરદારબાગ બસસ્ટેન્ડ પાસેથી હથીયાર સાથે શરીર સબંધી કોઇ ગંભીર ગુન્હો કરવાના ઇરાદે બે શખ્સો જઇ રહેલ છે, આ ચોક્ક્સ બાતમી આધારે એસ.ઓ.જી એ બન્ને સ્થળ પર વોચ ગોઠવીને બાતમી વાળી વ્યક્તિને પકડી પાડી, તેઓની અંગજડતી લેતા મહમદ યુસુફ ઉર્ફે જાવીદ હનીફભાઇ (ઉ.વ. ૩૧) ચોબારીવાળા પાસેથી દેશી હાથ બનાવટની પીસ્ટલ નંગ-૧ તથા સાબલપૂર ગામના ઇમ્તીહાઝ ઉર્ફે ઇમ્તુ હબીબભાઇ દલ (ઉવ.૩૦) પાસેથી દેશી હાથ બનાવટની પિસ્ટલ નંગ-૨ તથા જીવતા કાર્ટીસ નંગ-૨ અને ફુટેલ કાર્ટીસ નંગ-૧ મળી આવતા મુદ્દામાલ સાથે બંને શખ્સોને  ઝડપી લીધા હતા.

આ કામગીરીમાં એસ. ઓ.જી.ના પો.ઇન્સ. એચ.આઇ. ભાટી, પો.સબ.ઇન્સ. જે.એમ. વાળા તથા પો.હેડ.કોન્સ. કુવાડીયા, બારીયા તથા પો.કોન્સ. મજીદખાન હુશેનખાન, અનિરૂધ્ધસિંહ, મહેન્દ્રભાઇ, ધર્મેશભાઇ, રવિભાઇ, ભરતસિંહ, શૈલેન્દ્રસિંહ, પરેશભાઇ, રવીરાજ, ડ્રાયવર પો.કોન્સ. બાબુભાઇ, જયેશભાઇ વીગેરે સ્ટાફ જોડાયેલ હતો.

Loading...